દેવાના બોજમાં પિતાએ 3 માસૂમ દીકરીઓનો જીવ લીધો
તેલંગાણામાં 5 લાખના દેવાથી પરેશાન રિક્ષા ચાલકે તેની દીકરીઓને મોતના મુખમાં ધકેલી

પિતાએ દીકરીઓનો જીવ લીધો

પિતાએ દીકરીઓનો જીવ લીધો
એક બાજુ આખું વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક પિતાએ માનવતાને શર્મસાર કરતું કૃત્ય આચર્યું છે.
આર્થિક તંગી અને 5 લાખ રૂપિયાના દેવાથી કંટાળીને એક રિક્ષા ચાલકે પોતાની જ 8, 7 અને 5 વર્ષની ત્રણ માસૂમ દીકરીઓની હત્યા કરી નાખી છે. આરોપી પિતાએ ત્રણેય બાળકીઓને પાણીની ટાંકીમાં ફેંકીને ડુબાડી દીધી હતી.
નાસ્તો અપાવવાના બહાને લઈ ગયો
શનિવારે બપોરે આરોપી પિતા તેની ત્રણ પુત્રીઓ - સિફત (8), આયત (7) અને મરિયમ (5) ને નજીકની દુકાને નાસ્તો અપાવવાના બહાને ઘરેથી લઈ ગયો હતો. બાળકીઓની માતા મજૂરી કામ માટે બહાર ગઈ હતી. જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે બાળકીઓ ન દેખાતા તેણે શોધખોળ શરૂ કરી હતી. અંતે કોઈ પત્તો ન મળતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
CCTV ફૂટેજથી ઘટસ્ફોટ
તપાસ દરમિયાન પોલીસને પિતાની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. જ્યારે વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે પિતા ત્રણેય દીકરીઓને સાથે લઈ જતો જોવા મળ્યો હતો.
કડક પૂછપરછમાં પિતા ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે તેણે જ દીકરીઓને પાણીની ટાંકીમાં ધકેલી દીધી હતી. તેણે જણાવ્યું કે તે 5 લાખના દેવા નીચે હતો અને તેને ડર હતો કે તે દીકરીઓનો ઉછેર નહીં કરી શકે.
પોલીસની ત્રણ વિશેષ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને રવિવારે સવારે ત્રણેય બાળકીઓના મૃતદેહ ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે જ્યારે ત્રણેય દીકરીઓના મૃતદેહ બહાર આવ્યા ત્યારે માતાના કરુણ આક્રંદથી પથ્થર દિલના લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
કામરેડ્ડીના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) ચૈતન્ય રેડ્ડીએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને શોક જન્માવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ