હોમવર્ક બરાબર ન કરતા પિતાએ પુત્રીને મારી નાખી
1 થી 50 સુધી અંક ન લખી શકતા પિતાએ વેલણના ફટકા મારી દીકરીનો જીવ લીધો, પોલસે ધરપકડ કરી

પિતાએ પુત્રીને મારી નાખી

પિતાએ પુત્રીને મારી નાખી
હરિયાણાના ફરીદાબાદમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ માત્ર ગણિતનું હોમવર્ક ન કરવા બદલ પોતાની 4 વર્ષની માસૂમ દીકરીની નિર્મમ હત્યા કરી નાખી છે. અભ્યાસના નામે પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને દીકરીના મોતના સમાચારને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગણિતના અંક ન લખતા ગુસ્સે ભરાયો પિતા:
બલ્લભગઢના સેક્ટર ૫૮માં રહેતા 31 વર્ષીય કૃષ્ણા જયસ્વાલે તેની દીકરી વંશિકાને 1થી 50 સુધીના અંક લખવા માટે આપ્યા હતા. માસૂમ વંશિકા આ હોમવર્ક બરાબર કરી શકી નહીં, જેનાથી કૃષ્ણા એટલો ગુસ્સે ભરાયો કે તેણે વેલણ વડે દીકરીને ઢોર માર માર્યો. એટલું જ નહીં, તેણે માસૂમને જમીન પર જોરથી પછાડી હતી, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી.
અકસ્માતનું નાટક અને પુત્રની સાક્ષી:
દીકરીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે પિતાએ ડોક્ટરોને ખોટું કહ્યું કે તે સીડી પરથી પડી ગઈ છે. સારવાર દરમિયાન વંશિકાનું મોત થયું હતું. હત્યારો પિતા આ ગુનાને છુપાવી રહ્યો હતો, પરંતુ તેનો 6 વર્ષનો પુત્ર આ સમગ્ર અત્યાચારનો સાક્ષી હતો. જ્યારે માતા નોકરી પરથી ઘરે આવી ત્યારે પુત્રએ પિતાની કરતૂત જણાવી દીધી હતી.
માતાની હિંમત અને પોલીસ કાર્યવાહી:
પોતાની લાડકી દીકરીની હત્યા થઈ હોવાની જાણ થતા જ માતા રંજીતાએ હિંમત દાખવી મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે 6 વર્ષના પુત્રના નિવેદન અને પત્નીની ફરિયાદના આધારે ગુરુવારે કૃષ્ણા જયસ્વાલની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓમાં બાળકોના શિક્ષણ પ્રત્યે વધી રહેલા વિકૃત તણાવ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ