1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર No Cash
FASTag અને UPI ફરજિયાત, આ 3 મોટી સમસ્યાઓથી મળશે છૂટકારો

રોકડ વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ

રોકડ વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ
ટોલ બૂથ પર લાઈન, ઝઘડા અને ઈંધણ બગાડમાંથી રાહત; ટ્રાયલ 25 ટોલ પ્લાઝા પર ચાલુ, કેશલેસ સિસ્ટમથી મુસાફરી ઝડપી બનશે
કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે અને ટોલ ફી માત્ર FASTag અથવા UPI મારફતે જ વસૂલ કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આપી હતી.
આ 3 મોટી સમસ્યાઓમાંથી મળશે રાહત
હાલની સ્થિતિ અને ટ્રાયલ હાલમાં દેશભરના 25 ટોલ પ્લાઝા પર 'નો-સ્ટોપ' કેશલેસ સિસ્ટમના ટ્રાયલ ચાલી રહ્યા છે. આ ટ્રાયલ સફળ રહેશે તો 1 એપ્રિલથી આ નિયમ દેશવ્યાપી લાગુ થશે. આ નિર્ણય મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ તરફનું પ્રથમ મોટું પગલું છે, જેમાં ભવિષ્યમાં હાઈવે પર કોઈ ભૌતિક ટોલ બૂથ રહેશે નહીં – કેમેરા અને સેન્સરથી ટોલ આપમેળે કપાશે.
ડ્રાઈવરો માટે મહત્વની સલાહ
આ નિયમથી મુસાફરી ઝડપી, સરળ અને પારદર્શી બનશે. #NoCashToll #FASTagMandatory #TollPlaza2026
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ