Delhi Blast, લાલ કિલ્લા વિસ્ફોટમાં 1૩નાં મોત
લાલકિલ્લા નજીક કાર વિસ્ફોટમાં 10નાં મોત, અનેક ઘાયલ; પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

વિસ્ફોટ બાદ અનેક કારમાં લાગી આગ

વિસ્ફોટ બાદ અનેક કારમાં લાગી આગ
Latest Update: 10.21 PM (IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલકિલ્લા નજીક થયેલા કરુણ કાર વિસ્ફોટ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા અને અਨੇક લોકો ઘાયલ થયા છે. તેમણે આ ઘટનાને “હ્રદયવિદારક” ગણાવી X પર સંવેદનાનો સંદેશ પોસ્ટ કર્યો હતો.
આ વિસ્ફોટ, જે લાલકિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1ની બહાર ટ્રાફિક સિગ્નલ નજીક થયો હતો, એણે જૂની દિલ્હીના વ્યસ્ત વિસ્તારમાંદહેશત ફેલાવી દીધી, અનેક વાહનોને આગની ઝપેટમાં લીધા અને આસપાસની કાચની બારીઓ તોડી નાખી.
પીએમ મોદીએ તેમના સંદેશમાં લખ્યું:
“દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાનાં સ્વજનો ગુમાવનારા લોકોને મારી સંવેદના. ઈજાગ્રસ્તોને વહેલી તકે આરોગ્ય મળે એવી પ્રાર્થના. પ્રભાવિત લોકોને મદદ મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહજી તથા અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.”
આ સંદેશ થોડા જ મિનિટોમાં હજારો પ્રતિભાવ સાથે વાયરલ થયો, જે દેશભરમાં સુરક્ષા અંગે વધતી ચિંતા અને એકતાને દર્શાવે છે.
ઘટનાસ્થળે હાજર પ્રતિક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો તીવ્ર અને ધડાકેદાર હતો કે “ધરતી ધસી પડે તેમ લાગ્યું,” અને પછી ઘાટા કાળા ધૂમાડાના ગોટાળા ઉડતા જોવા મળ્યા.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું કે સાત ફાયર ટેન્ડર તાત્કાલિક મોકલાયા હતા અને સમગ્ર વિસ્તાર સુરક્ષિત રીતે કોર્ડન ઓફ કરવામાં આવ્યો છે.
તે પહેલાં જ સવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે જયેશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવતુલ-હિંદ સાથે જોડાયેલા અંતરરાજ્ય આતંકી મૉડ્યુલનો ભંડાફોડ કર્યો હતો. ફરીદાબાદ વિસ્તારમાંથી 2,900 કિલો વિસ્ફોટક, રાઇફલ, પિસ્તોલ અને ટાઇમર જપ્ત કરવામાં આવ્યા હતા અને સાત શખ્સોની ધરપકડ પણ થઈ છે.
લાલકિલ્લા નજીકનો આ વિસ્ફોટ બિહાર વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલાં થયો હોવાથી દેશભરમાં ચોકસાઈ વધારાઈ છે.
-------
Latest Update: 8.53 PM (IST)
લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ બાદ દિલ્હી, મુંબઈ અને અન્ય મહાનગરોમાં સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે લોક નાયક હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હોસ્પિટલ આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે.
રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને CRPF અધિકારીઓ પણ નુકસાનનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા છે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી છે અને ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે સતત સંપર્કમાં છે.
ઘટના બાદ દેશના તમામ મુખ્ય શહેરોમાં હાઈ અલર્ટ જાહેર કરાયો છે, તેમજ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ વધારાની સુરક્ષા તૈનાત કરાઈ છે.
--------
News Updated: 8.15 PM (IST)
સોમવારે લાલ કિલ્લા વિસ્તારમાં બે વિનાશક વિસ્ફોટો થયા, જેમાં આઠ લોકોના મોત થયા અને 13 અન્ય ઘાયલ થયા છે. લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલના અધિકારીઓએ આ માહિતી આપી, જ્યાં તમામ જાનહાનિઓને દાખલ કરવામાં આવ્યા છે.
ઐતિહાસિક સ્મારકની નજીક જોરદાર ધડાકાની જાણ થતાં તાત્કાલિક કટોકટી સેવાઓ સક્રિય કરવામાં આવી. કાયદા અમલીકરણ એજન્સીઓ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળ પર ઝડપી પ્રતિસાદ આપ્યો.
દિલ્હી ફાયર વિભાગને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક એક વાહનમાં વિસ્ફોટ અંગે સૂચના મળી. આ ધડાકાને કારણે સાંકળ પ્રતિક્રિયા શરૂ થઈ, જેથી ત્રણથી ચાર નજીકના વાહનો આગના ભડકામાં આવ્યા અને ભારે નુકસાન થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સાત ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા.
સત્તાવાળાઓ હાલમાં વિસ્ફોટના કારણ અને સ્વરૂપની તપાસ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની વિશેષ ટીમ ફોરેન્સિક પરીક્ષણ અને પુરાવા એકત્રિત કરવા સ્થળ પર મોકલવામાં આવી છે.
ઘટના બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે વ્યૂહાત્મક સ્થળો અને જાહેર સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે.
ઘટનાસ્થળેથી ઘાયલોના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે, જોકે પોલીસ અધિકારીઓ તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. બચાવ કામગીરી ચાલુ હોવાથી કટોકટી તબીબી ટીમો સતર્ક છે.
આ વિકસતી પરિસ્થિતિ હોવાથી વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
---------------
News Release: 7.51 PM (IST)
બિહારમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા, દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા શક્તિશાળી વિસ્ફોટે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોમવાર સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં થયેલા આ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ ઘટનાસ્થળે પહોંચ્યો. ઘાયલોને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મૃતકોની સંખ્યા વધી શકે છે.
મળતી માહિતી પ્રમાણે 7-8 લોકોના મૃત્યુ થયાના અને 10 વધારે લોકો ધાયલ થયા હોવાના સમાચર મળી રહ્યા છે.
વિસ્ફોટની અસર: વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે:
નજીકની દુકાનો અને ઈમારતોના દરવાજા અને બારીઓ તૂટી ગયા.
ઘટનાસ્થળે જ જ્વાળાઓ ફાટી નીકળી, જેનાથી કાર સળગી ગઈ અને અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા.
કારનો એક ભાગ લાલ કિલ્લાની નજીક આવેલા લાલ મંદિર પર પડ્યો, જેનાથી મંદિરના કાચ અને નજીકની દુકાનોને પણ નુકસાન થયું.
ચાંદની ચોક અને ભગીરથ પેલેસ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી.
બિહારમાં ચિંતાનો માહોલ: લાલ કિલ્લો અને ચાંદની ચોક વિસ્તારમાં બિહારના લાખો લોકો રોજગારી મેળવે છે. તાજેતરમાં છઠ પર્વ પછી મોટી સંખ્યામાં લોકો ઘરેથી પરત કામ પર ફર્યા હતા. વિસ્ફોટના સમાચાર સાંભળીને બિહારમાં રહેતા પરિવારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને તેઓ દિલ્હીમાં રહેતા પોતાના પ્રિયજનોની ખબર કાઢવા માટે ફોન કરી રહ્યા છે. આ ઘટનાએ થોડા સમય માટે લોકોનું ધ્યાન બિહાર ચૂંટણી પરથી હટાવી દીધું છે.
તપાસ અને રાહત કાર્ય: વિસ્ફોટની જાણ થતાં જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ એમ્બ્યુલન્સ અને સાત ફાયર ટેન્ડર મોકલીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
હજુ સુધી વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ વિસ્તારને ઘેરીને ઘટનાની તપાસ કરી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. હાલમાં લાલ કિલ્લા અને ચાંદની ચોક વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ