ભારતમાં ESMA લાગુ: ઈંધણ માટે નવા નિયમો
વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગેસ-પેટ્રોલ માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટ અમલી

વૈશ્વિક યુદ્ધની ભારત પર સીધી અસર

વૈશ્વિક યુદ્ધની ભારત પર સીધી અસર
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે વિશ્વ અત્યારે ઊર્જા સંકટના ઉંબરે આવીને ઊભું છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને ઓઈલ તથા ગેસના ઉત્પાદન તેમજ પરિવહન પર માઠી અસર પડી છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આ દેશો પાસેથી આયાત કરે છે, પરિણામે દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા અને દેશના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં ESMA (Essential Services Maintenance Act) અને Essential Commodities Act (આવશ્યક વસ્તુ ધારો) લાગુ કરી દીધો છે.
સરકારનો મોટો નિર્ણય: ગેસ સિલિન્ડર બુકિંગમાં ફેરફારદેશમાં રાંધણ ગેસ (LPG) નો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગેસ સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે, એક સિલિન્ડર લીધા બાદ નાગરિકો ૨૫ દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરાવી શકશે. આ નિર્ણય પાછળનો હેતુ ગેસનો બગાડ અટકાવવાનો અને દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ઈંધણ પહોંચાડવાનો છે.
ESMA અને આવશ્યક વસ્તુ ધારો શું છે?સરકારે પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને નેચરલ ગેસને આવશ્યક વસ્તુ ધારા હેઠળ આવરી લીધા છે. આ કાયદો લાગુ થવાથી સરકાર પાસે નીચે મુજબની સત્તાઓ રહેશે:
પુરવઠા પર નિયંત્રણ: હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો કોઈ પણ એજન્સી કે કંપની પોતાની મરજીથી રોકી શકશે નહીં. કયા વિસ્તારમાં કેટલો જથ્થો મોકલવો તે સંપૂર્ણપણે સરકાર નક્કી કરશે.
સમાન વિતરણ: દરેક ભૌગોલિક વિસ્તાર અને દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
સંગ્રહખોરી સામે લાલ આંખ: યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી નફાખોરી કરવાના ઈરાદે જો કોઈ વેપારી, એજન્સી કે માલિક પેટ્રોલિયમ પેદાશો કે ગેસની સંગ્રહખોરી કરશે, તો તેની સામે કડક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
સરકારે ગેસના વપરાશ માટે ત્રણ સ્તરીય પ્રાથમિકતા (Priority List) નક્કી કરી છે, જે મુજબ પુરવઠો પૂરો પાડવામાં આવશે:
પ્રથમ પ્રાથમિકતા (૧૦૦% પુરવઠો): ઘરેલુ PNG (પાઈપલાઈન ગેસ), પરિવહન માટેનો CNG અને LPG ઉત્પાદન માટેના એકમોને છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના ૧૦૦ ટકા જથ્થો પૂરો પાડવામાં આવશે. સામાન્ય નાગરિકોની જરૂરિયાત સરકારની ટોચની અગ્રતા છે.
દ્વિતીય પ્રાથમિકતા (ખાતર પ્લાન્ટ): દેશની ખેતી અને અન્ન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાતર ઉત્પાદક પ્લાન્ટ્સને બીજા ક્રમે રાખવામાં આવ્યા છે. જોકે, શરત એ છે કે આ ગેસનો ઉપયોગ માત્ર ખાતર બનાવવા માટે જ કરવો પડશે.
તૃતીય પ્રાથમિકતા (ઉદ્યોગો): ચા ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઔદ્યોગિક ગ્રાહકોને તેમના સરેરાશ વપરાશના ૮૦ ટકા સુધીનો પુરવઠો ગ્રીડ દ્વારા પૂરો પાડવામાં આવશે. વ્યાપારી ગ્રાહકો માટે પણ ૮૦ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે મોટા એકમો અને બિન-જરૂરી વપરાશ પર કાપ મૂકવાની પણ જાહેરાત કરી છે:
મોટા એકમો: ONGC, ગેલ (GAIL) અને રિલાયન્સ જેવા મોટા એકમોના આંતરિક ગેસ વપરાશમાં આંશિક કાપ મૂકાશે.
પાવર પ્લાન્ટ્સ: વીજળી પેદા કરતા પાવર પ્લાન્ટ્સના ગેસ પુરવઠામાં કાપ મૂકવામાં આવશે, જેથી રાંધણ ગેસનો જથ્થો જળવાય.
રિફાઈનરીઓ: ઓઈલ રિફાઈનરીઓના ગેસ વપરાશમાં સૌથી વધુ એટલે કે ૬૫ ટકાનો કાપ મૂકવાનો આદેશ અપાયો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે એકમો કે એજન્સીઓને રાહત દરે અથવા ક્વોટા મુજબ ગેસ ફાળવવામાં આવશે, તેઓ આ જથ્થાને કોઈ ત્રીજી પાર્ટી કે બજારમાં ફરીથી વેચી શકશે નહીં. જો કોઈ આવી પ્રવૃત્તિમાં પકડાશે, તો તેમનો લાયસન્સ રદ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી થશે.
પશ્ચિમ એશિયાનું આ યુદ્ધ ક્યારે શાંત થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ભારત સરકારના આ અગમચેતીના પગલાં નાગરિકોને ઈંધણના અભાવે અટકી ન પડે તે માટે લેવામાં આવ્યા છે. જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને અફવાઓથી દૂર રહે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ