EPFO 3.0: PFના પૈસા આવશે સુપરફાસ્ટ, પણ શું છે શરત?
નોકરી બદલવા પર હવે PF ટ્રાન્સફર માટે કંપનીની મંજૂરીની જરૂર નથી

EPFO 3.0: PFના પૈસા આવશે સુપરફાસ્ટ

EPFO 3.0: PFના પૈસા આવશે સુપરફાસ્ટ
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં EPFO 3.0 હેઠળ કરવામાં આવેલા મોટા સુધારાની વિગતો આપી છે. આ નવા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન, ક્લેમ અને એકાઉન્ટ ટ્રાન્સફરની પ્રક્રિયાને અત્યંત ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
₹5 લાખ સુધીના ઓટો ક્લેમ સેટલમેન્ટ
નવી વ્યવસ્થા હેઠળ, ચાલુ નાણાકીય વર્ષમાં 25 ફેબ્રુઆરી 2026 સુધીમાં ૫ લાખ રૂપિયા સુધીના 3.52 કરોડથી વધુ ક્લેમ 'ઓટો મોડ' (Auto Mode)માં પતાવવામાં આવ્યા છે.
મંત્રીએ જણાવ્યું કે હવે કુલ એડવાન્સ ક્લેમમાંથી 71.37% ઓટોમેટિક રીતે સેટલ થઈ રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, જે ક્લેમ સેટલ થવામાં પહેલા 20 દિવસનો સમય લાગતો હતો, તે હવે માત્ર 3 દિવસથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ રહ્યો છે.
નોકરી બદલવી હવે સરળ
પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવતી મુશ્કેલીઓનો હવે અંત આવ્યો છે. જો તમારું KYC પૂર્ણ હોય, તો નોકરી બદલતી વખતે તમારા જૂના કે નવા એમ્પ્લોયર (માલિક) ની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. અત્યાર સુધીમાં 70 લાખથી વધુ ટ્રાન્સફર ક્લેમ કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના ઓટો-ટ્રિગર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે.
70 લાખ પેન્શનરોને સીધો લાભ
1 જાન્યુઆરી 2025થી અમલી બનેલી સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) હવે દેશભરની તમામ EPFO ઓફિસોમાં અપનાવી લેવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને કારણે દેશના 70 લાખથી વધુ પેન્શનરોને દર મહિને સમયસર અને ભૂલ વગર પેન્શન મળી રહ્યું છે.
EPFO 3.0 પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય તમામ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવીને કાગળનું કામ ઘટાડવાનો અને કર્મચારીઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવાનો છે. જોકે, લઘુત્તમ પેન્શન વધારવા અંગે સરકારે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ