બસ્તરમાં નક્સલવાદનો અંત? 108 નક્સલીઓ શરણે
₹3.95 કરોડનું ઈનામ ધરાવતા નક્સલીઓએ હથિયાર હેઠા મૂક્યા; રોકડ સહીતનો મુદ્દામાલ જપ્ત

108 નક્સલીઓ શરણે

108 નક્સલીઓ શરણે
ભારત સરકારના 'એન્ટિ-માઓિસ્ટ' અભિયાનમાં છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સુરક્ષા દળોએ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. બુધવારે બસ્તરમાં એકસાથે 108 નક્સલીઓએ હથિયાર હેઠા મૂકી મુખ્યધારામાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
આ આત્મસમર્પણ એટલે પણ મહત્વનું છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે 31 માર્ચ, 2026ની જે સમયમર્યાદા નક્કી કરી છે, તેના ગણતરીના દિવસો પહેલા જ આ મોટું ઓપરેશન પાર પડ્યું છે.
ભારે માત્રામાં મુદ્દામાલ જપ્ત
આત્મસમર્પણ કરનારા નક્સલીઓની પૂછપરછ અને તેમણે આપેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ અત્યાર સુધીનો સૌથી મોટો નક્સલ ડમ્પ (છુપાયેલો સામાન) શોધી કાઢ્યો છે. પોલીસને દરોડા દરમિયાન ₹3.61 કરોડની રોકડ અને અંદાજે ₹1.64 કરોડની કિંમતનું 1 કિલો સોનું મળી આવ્યું છે.
આ ઉપરાંત, 101 આધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 7 AK-47 રાઇફલ, 10 ઇન્સાસ રાઇફલ, મોર્ટાર અને લોન્ચર્સનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમવાર કોઈ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં આટલી મોટી માત્રામાં રોકડ અને સોનું પકડાયું છે.
ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અરુણ દેવ ગૌતમે જણાવ્યું હતું કે, આ માસ સરેન્ડર રાજ્ય સરકારના "પૂના નરકોમ" (નવી સવાર) અભિયાનની સફળતા દર્શાવે છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં અંદાજે 2,714 નક્સલીઓ શરણે આવ્યા છે, જે સૂચવે છે કે નક્સલી સંગઠનોનું નેટવર્ક હવે ધ્વસ્ત થઈ રહ્યું છે. આત્મસમર્પણ કરનારાઓમાં અનેક ઉચ્ચ સ્તરીય કમાન્ડરો અને ઈનામી નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ ગણાવ્યું શાંતિનું પ્રતીક
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ આ ઘટનાને બસ્તરમાં શાંતિ અને સ્થિરતા તરફનું મોટું ડગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સરકાર "સુરક્ષા, વિકાસ અને વિશ્વાસ" ની નીતિ પર આગળ વધી રહી છે. રાજ્યની પુનઃવસન નીતિથી પ્રભાવિત થઈને નક્સલીઓ હવે હિંસાનો માર્ગ છોડી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ