EPFOમાં મોટો ફેરફાર: PFમાંથી 100% રકમ ઉપાડી શકાશે
00% રકમ ઉપાડી શકશે, જો કે 25% બેલેન્સ રાખવાની ફરજિયાત શરત

EPFOમાં મોટો ફેરફાર

EPFOમાં મોટો ફેરફાર
કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના સભ્યો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ઉપાડના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે કર્મચારીઓ તેમના PF ખાતામાંથી 'પાત્ર બેલેન્સ'ના 100% સુધી રકમ ઉપાડી શકશે, જેમાં કર્મચારી અને નેમદારના યોગદાન બંનેનો સમાવેશ થાય છે. આ નિર્ણય 13 ઓક્ટોબર, 2025ના રોજ યોજાયેલી કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની 238મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના વડાપણમાં લેવાયેલા આ નિર્ણયથી 7 કરોડથી વધુ સભ્યોને લાભ થશે, પરંતુ 25% લઘુત્તમ બેલેન્સ રાખવાની શરતને કારણે સંપૂર્ણ રકમ ઉપાડવી મુશ્કેલ રહેશે.
જૂના નિયમોમાં PF ઉપાડ માત્ર નિવૃત્તિ અથવા બેરોજગારીના કિસ્સામાં જ શક્ય હતો. નોકરી છૂટ્યા પછી 1 મહિના પછી 75% અને 2 મહિના પછી બાકીના 25% ઉપાડી શકાતા હતા. જ્યારે આંશિક ઉપાડ માટે જમીન-ઘર ખરીદી, બાંધકામ કે EMI ચૂકવણી જેવા હેતુઓ માટે મહત્તમ 90% સુધી મંજૂરી હતી. હવે આ નિયમોને વધુ સરળ બનાવીને 13 જટિલ શરતોને માત્ર ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે: આવશ્યક જરૂરિયાતો (બીમારી, શિક્ષણ, લગ્ન), આવાસ સંબંધિત જરૂરિયાતો (જમીન-ઘર ખરીદી, EMI) અને વિશેષ પરિસ્થિતિઓ (કુદરતી આપત્તિ, લોકઆઉટ, બેરોજગારી).
મુખ્ય ફેરફારો: કયા છે લાભ અને શરતો?આ નિર્ણયને સરકારી ઉદારતા તરીકે પ્રશંસા મળી રહી છે, પરંતુ કેટલાક વિશેષજ્ઞો અને કર્મચારીઓનો આક્ષેપ છે કે PF પર 8.25% વ્યાજ ચૂકવવાનો ખર્ચ સરકારને ભારે પડી રહ્યો છે, તેથી ઉપાડને સરળ બનાવીને નાણાંનો બહાવ વધારવામાં આવી રહ્યો છે. EPFOના આંકડા અનુસાર, 50% સભ્યો પાસે અંતિમ સેટલમેન્ટ વખતે માત્ર 20,000 રૂપિયાથી ઓછી રકમ હોય છે, જે બચતને અસર કરી શકે છે. નાણાકીય નિષ્ણાત કુનાલ કાબ્રા કહે છે, "આ નિયમથી ઉદ્યોગસાહસિકોને અસર થઈ શકે છે, કારણ કે નવી વ્યવસાય શરૂ કરવા માટે પૂર્ણ PF 12 મહિના સુધી અટકી રહેશે."
EPFO 3.0ના આ પગલાંથી કર્મચારીઓ તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરી શકશે, પરંતુ નિવૃત્તિ બચતને જાળવવા 25% બેલેન્સ ફરજિયાત રહેશે. આ ફેરફારો ટૂંક સમયમાં અમલમાં આવશે, અને સભ્યોને ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપયોગ કરી શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...