નકલી કોલ સેન્ટર કૌભાંડ મામલે EDની કાર્યવાહીઃ જયપુરમાંથી બે શખ્સોની ધરપકડ
7 કિલો સોનું, 62 કિલો ચાંદી, ₹ 1.18 કરોડ રોકડ અને 9.2 કરોડની સ્થાવર મિલકત જપ્ત

EDએ અમદાવાદ, જયપુર, જબલપુર અને પૂણેમાં અનેક સ્થળો ઉપર સર્ચ ઓપરેશન કર્યુ હતું

EDએ અમદાવાદ, જયપુર, જબલપુર અને પૂણેમાં અનેક સ્થળો ઉપર સર્ચ ઓપરેશન કર્યુ હતું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈની ઝોનલ ઓફિસ દ્વારા દેશના ચાર શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મેસર્સ મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી દ્વારા કરાયેલી કથિત સાયબર છેતરપિંડીના સંદર્ભે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. છેતરપિંડી કરાયેલી રકમ યુએસમાં રહેતા લોકો પાસેથી પડાવીને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
ED એ જણાવ્યું હતું કે, પૂણે સાયબર પોલીસ દ્વારા મેસર્સ મેગ્નાટેલ BPS કન્સલ્ટન્ટ્સ અને LLP નામથી નકલી કોલ સેન્ટર ચલાવવામાં કથિત રીતે સંડોવાયેલા આઠ વ્યક્તિઓ સામે નોંધાયેલી FIR ના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, મેસર્સ મેગ્નાટેલ BPS કન્સલ્ટન્ટ્સ અને LLP ના બે ભાગીદારો સંજય મોરે અને અજિત સોનીની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.
પુણેમાં પ્રાઇડ આઇકોન બિલ્ડિંગના 9માં માળે જુલાઈ-2024 થી કાર્યરત કોલ સેન્ટર પર છેતરપિંડીવાળી લોન યોજના દ્વારા અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. ED ના પ્રાથમિક તારણો મુજબ આરોપીઓએ બેંકોના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી લોનની લોભામણી ઓફર કરી હતી. લાલચ આપીને તેમણે અમેરિકન નાગરિકોના બેંક ખાતાની વિગતો અને અન્ય ઓળખપત્રો મેળવ્યા હતા.
આ વિગતોનો ઉપયોગ પછી ભંડોળ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. છેતરપિંડીની રકમ જે લાખો યુએસ ડોલરમાં હોવાનો અંદાજ છે. તે યુએસમાં સ્થિત સાથીદારો દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારબાદ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
આ રીતે મેળવેલી ડિજિટલ સંપત્તિઓ ટ્રસ્ટ વોલેટ અને એક્ઝોડસ વોલેટ સહિત ક્રિપ્ટો વોલેટમાં સંગ્રહિત કરવામાં આવી હતી. ED એ જણાવ્યું હતું કે, તપાસમાં આગળ જણાવાયું છે કે ગુનામાંથી મળેલા પૈસા ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આંગડિયાના માધ્યમથી અમદાવાદમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં કપટપૂર્ણ નફાનો એક હિસ્સો કથિત રીતે ખોટા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ મુખ્યત્વે સોફ્ટવેર ખરીદવા અને ઓફિસ પરિસરના ભાડાની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. જ્યાંથી છેતરપિંડી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી હતી.
છેતરપિંડી કરાયેલા નાણાનો મોટો હિસ્સો સોના-ચાંદી, ઝવેરાત, વાહનો અને સ્થાવર સંપત્તિ જેવી વ્યક્તિગત સંપત્તિ ખરીદવા માટે ઉપયોગમાં લેવાયો હતો તેમ ED એ જણાવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 7 કિલો સોનું, 62 કિલો ચાંદી, 1.18 કરોડ રૂપિયા રોકડ, 9.2 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ સંબંધિત દસ્તાવેજો અને નકલી કોલ સેન્ટરના સંચાલનને લગતા ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. જ્યારે ED દ્વારા આ કેસમાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...