પ્રખ્યાત પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગીલનું નિધન
પ્રખ્યાત પર્યાવરણશાસ્ત્રી પદ્મવિભૂષણ માધવ ગાડગીલનું 82 વર્ષની વયે પુણેમાં નિધન થયું

માધવ ગાડગીલનું નિધન

માધવ ગાડગીલનું નિધન
ભારતના પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણ રક્ષકો માટે આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ઘાટના પ્રખર સમર્થક અને જાણીતા પર્યાવરણવિદ માધવ ગાડગીલનું બુધવારે રાત્રે પુણેમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પ્રકૃતિ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા પૃથ્વીના સંરક્ષણ માટે સમર્પિત કર્યું હતું. માધવ ગાડગીલ એવા પથદર્શક હતા જેમણે ભારતને શીખવ્યું કે, વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જ માનવજાતનું ભવિષ્ય બચાવી શકે છે. તેમણે હંમેશા પાયાના સ્તરે જનભાગીદારી દ્વારા પર્યાવરણના રક્ષણની હિમાયત કરી હતી, જેનો અભાવ આજે આપણને આફતોના રૂપમાં દેખાઈ રહ્યો છે.
સંવેદનશીલ વિસ્તારોમાં આડેધડ બાંધકામ
વર્ષ 2011માં માધવ ગાડગીલના નેતૃત્વ હેઠળની સમિતિએ પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે એક ક્રાંતિકારી અહેવાલ આપ્યો હતો, જે 'ગાડગીલ રિપોર્ટ' તરીકે વિશ્વભરમાં જાણીતો બન્યો. આ રિપોર્ટમાં તેમણે પશ્ચિમ ઘાટના 75 ટકા વિસ્તારને ઈકો-સેન્સિટિવ જાહેર કરવાની ભલામણ કરી હતી. જોકે, આર્થિક હિતો અને રાજકીય વિરોધને કારણે તેમની ચેતવણીઓને નજરઅંદાજ કરવામાં આવી. પરંતુ, 2024ની વાયનાડની ભયાનક ભૂસ્ખલનની દુર્ઘટનાએ સાબિત કરી દીધું કે, માધવ ગાડગીલની ચેતવણીઓ કેટલી સચોટ અને ગંભીર હતી. હિમાલય અને પશ્ચિમ ઘાટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આડેધડ બાંધકામ સામે તેઓ હંમેશા મક્કમ અવાજ ઉઠાવતા રહ્યા હતા.
જૈવવિવિધતા કાયદાના નિર્માણમાં પણ મુખ્ય ભૂમિકા
વૈજ્ઞાનિક ક્ષેત્રે તેમનું પ્રદાન અજોડ રહ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેમણે IISc બેંગલુરુમાં 'સેન્ટર ફોર ઇકોલોજિકલ સાયન્સ'ની સ્થાપના કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે તેમને 2024માં ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ થી સન્માનિત કર્યા હતા. માધવ ગાડગીલ એ ભારતના જૈવવિવિધતા કાયદાના નિર્માણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આવનારા સંકટો સામે હંમેશા આપણું માર્ગદર્શન કરશે
સાત પુસ્તકો અને 225થી વધુ શોધપત્રો લખનાર આ વિજ્ઞાનીએ આદિવાસીઓ અને માછીમારો સાથે મળીને વાસ્તવિક જમીની સ્તરે કામ કર્યું હતું. ગત વર્ષે તેમની પત્ની અને જાણીતા હવામાન વિજ્ઞાની સુલોચના ગાડગીલના નિધન બાદ તેઓ એકલા પડ્યા હતા. આજે માધવ ગાડગીલના જવાથી ભારતીય પર્યાવરણીય ચિંતનનો એક સુવર્ણ અધ્યાય સમાપ્ત થયો છે, પરંતુ તેમની ચેતવણીઓ આવનારા સંકટો સામે હંમેશા આપણું માર્ગદર્શન કરતી રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.