Uttar Pradesh: સારવાર માટે આવેલા બાળકને ડોક્ટરે પીવડાવી સિગારેટ, વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

ડોક્ટરે બાળકને પીવડાવી સિગારેટ

ડોક્ટરે બાળકને પીવડાવી સિગારેટ
ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલના ડોક્ટરે સારવાર માટે આવેલાં એક માસૂમ બાળકને સિગારેટ પીવડાવી હતી. તે બાળક શરદી ઉધરસની સારવાર માટે આવ્યો હતો. કોઇ અજાણ્યા વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી હયો છે.
મળતી માહિતી પ્રમાણે જાલૌન જિલ્લાના કથોડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટ ખાતે 5 વર્ષનો બાળક સારવાર માટે પહોંચ્યો હતો. સારવારના નામે ત્યાં પોસ્ટ કરાયેલા એક ડોક્ટર સુરેશ ચંદ્રએ તેને સિગારેટ પીવડાવી હતી.વીડિયોમાં જોઇ શકાય છે કે તે બાળકના મોમાં સિગારેટ મુકે છે અને પછી તેને સળગાવે છે. બાળકને તે સિગારેટ પીતા શીખવાડે છે. ત્યાં હાજર કોઇ અજાણ્યા શખ્સે ઘટનાને મોબાઇલ ફોનમાં કેદ કર્યો છે.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ડોક્ટરને તાત્કાલિક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. મુખ્ય તબીબી અધિકારી એનડી શર્માએ જણાવ્યું કે આ વીડિયો લગભગ 15 દિવસ જૂનો છે. આ અંગે કાર્યવાહી કરતા, ACMO (એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર) ને તેની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.