દિલ તો બચ્ચા હૈ જી..6 બાળકોની માતા અને એક ભિખારી સાથે રફુચક્કર
હરદોઈમાં પતિની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને ભિખારી અને મહિલાની શોધખોળ શરૂ કરી

દિલ તો બચ્ચા હૈ જી..6 બાળકોની માતા અને એક ભિખારી સાથે રફુચક્કર

દિલ તો બચ્ચા હૈ જી..6 બાળકોની માતા અને એક ભિખારી સાથે રફુચક્કર
હરદોઈમાં છ બાળકોની માતા ગામમાં ભીખ માગતા એક વ્યક્તિ સાથે ભાગી ગઈ. પતિની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને ભિખારી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે, મોટાભાગે દરેક મહિલા એવા પુરૂષ સાથે રહેવા માંગે છે જેનું ઘર સારું હોય અને તમામ સુવિધાઓ હોય. પરંતુ હરદોઈમાં એક મહિલાનું દિલ કોઈ અમીર પર નહીં પણ ભિખારી પર આવ્યું. મહિલા છ બાળકોની માતા છે. મામલો હરદોઈના હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. જ્યાં છ બાળકોની માતા ગામમાં ભીખ માંગવા આવેલા એક વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તેની પત્ની અને આરોપી ભિખારીની શોધ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો
સાંદી પોલીસ સ્ટેશન વિસ્તારના ખિડકિયાં મહોલ્લામાં રહેતો પ્યારેલાલ હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ભીખ માંગવા આવતો હતો. આ દરમિયાન તેની મહિલા સાથે પરિચય થયો અને ત્યારબાદ બંને ફોન પર વાત કરવા લાગ્યા.
મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીના રોજ તેની પત્ની તેની પુત્રીને રેતીબજારમાંથી કપડાં અને શાકભાજી ખરીદવાનું કહીને સવારે 2 વાગે ઘરેથી નીકળી હતી અને ભેંસના વેચાણના પૈસા તેની સાથે લઈ ગઈ હતી અને એ પછી પાછી ના ફરી ત્યાર બાદ પતિએ નાના પંડિત પર શંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે.આ અંગે સીઓ હરપાલપુર શિલ્પા કુમારીએ જણાવ્યું કે, પીડિત રાજુએ તેની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે કેસ નોંધ્યો છે. અને મહિલાને પાછી લાવવા કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ