દિલ્હીમાં નશામાં ઓડી કારચાલકે ફૂટપાથ પર સૂતેલા 5 લોકોને કચડી નાખ્યા
દિલ્હીના વસંત વિહારમાં નશામાં ઓડી ચલાવતા શખ્સે 5 લોકોને કારથી કચડી ગંભીર ઈજા પહોંચી હતી.

ઓડી કારચાલકે સર્જ્યો અકસ્માત

ઓડી કારચાલકે સર્જ્યો અકસ્માત
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 9 જુલાઈની રાત્રે એક દુર્ઘટના બની હતી. રાત્રે લગભગ 1:45 વાગ્યે, ઑડી બ્રાન્ડની મોંઘી કાર ઝડપે આવી અને ફૂટપાથ પર સૂતા 5 લોકો પર ચઢી ગઈ. તમામ ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
શું ઘટના બની?
શિવા કેમ્પના સામે રસ્તાની કિનારે કેટલાક લોકો તેમના પરિવાર સાથે ઊંઘી રહ્યા હતા ત્યારે એક સફેદ ઓડી કાર પૂરપાટ ઝડપે આવી અને સૌને કચડી નાંખ્યા હતા. અફરા-તફરી વચ્ચે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
અકસ્માતમાં ગંભીર ઈજા
અકસ્માતમાં લાધી (ઉંમર 40 વર્ષ), બિમલા (8 વર્ષીય બાળકી), સાબામી (ઉંમર 45 વર્ષ), રામચંદર (ઉંમર 45 વર્ષ) અને નારાયણી (ઉંમર 35 વર્ષ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આપત્તિગ્રસ્ત તમામ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ દિલ્હીમાં મજૂરી કામ માટે આવેલા છે. આ પરિવાર ફૂટપાથ પર ઊંઘી રહ્યો હતો ત્યારે નશામાં ચુર ઓડી કાર ચાલકે તેમને કચડી નાખતાં હચમચાવી નાખતી ઘટનાની સર્જના થઈ હતી.
આરોપીની નશામાં હતો
પોલીસે તરત ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. આરોપી ડ્રાઈવર ઉત્સવ શેખરને ઘટનાસ્થળેથી જ પકડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, તે દારૂના નશામાં હતો .
પોલીસ કાર્યવાહી
સ્થાનિક લોકોના જાગૃત પ્રતિસાદને કારણે આરોપી ભાગી ન શક્યો. પોલીસએ નશામાં વાહન ચલાવવું અને જીવલેણ ઈજા પહોંચાડવા બદલ IPC હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હવે CCTV અને મેડિકલ રિપોર્ટના આધારે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...