દિલ્લી હાઇકોર્ટ દ્વારા પતંજલિને ઝટકો, ચ્યવનપ્રાશની વિવાદિત જાહેરાત પર વચગાળાનો સ્ટે
દિલ્લી હાઇકોર્ટે પતંજલિના ચ્યવનપ્રાશની જાહેરાત પર વચગાળાની રોક લગાવી છે.

દિલ્હી હાઈ કોર્ટ

દિલ્હી હાઈ કોર્ટ
ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ભ્રામક અને અપમાનજનક જાહેરાત પ્રસારિત કરવાના કેસમાં પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે પતંજલિના ચ્યવનપ્રાશની જાહેરાત પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. આ કેસમાં આગામી સુનાવણી 14 જુલાઈએ થશે.
હકીકતમાં, પતંજલિ તેની જાહેરાતમાં દાવો કરી રહી છે કે તેના સિવાય, આયુર્વેદ અને શાસ્ત્રો અનુસાર બીજું કોઈ ચ્યવનપ્રાશ બનાવતું નથી. ડાબર ઈન્ડિયાએ પતંજલિના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે, પતંજલિની આ ભ્રામક જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવે અને વળતર તરીકે 2 કરોડ રૂપિયા આપવામાં આવે.
આ અરજી પર સુનાવણી કરતાં, દિલ્હી હાઈકોર્ટે પતંજલિની જાહેરાત પર અંતિમ સ્ટે લગાવ્યો છે. આ ઉપરાંત, આ કેસમાં સુનાવણી માટે આગામી તારીખ 14 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા, ડાબર ઈન્ડિયાના વકીલ એડવોકેટ જવાહર લાલે જણાવ્યું હતું કે, "ડાબરની ચિંતા એ હતી કે, પતંજલિ તેની જાહેરાતમાં અન્ય તમામ ચ્યવનપ્રાશ બ્રાન્ડનું અપમાન કરી રહી છે. તેની એક જાહેરાતમાં, તેમણે દાવો કર્યો હતો કે, 'શાસ્ત્રો અનુસાર ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવવું તે ફક્ત અમે જ જાણીએ છીએ, અન્ય નહીં.' આનાથી ગ્રાહકોને અન્ય આયુર્વેદિક ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરવામાં આવે છે. હાઈકોર્ટે પતંજલિની જાહેરાત પર વચગાળાનો સ્ટે મૂક્યો છે."
તેમણે કહ્યું, "અમારી એકમાત્ર માંગ હતી કે, જાહેરાત બંધ કરવામાં આવે અને નુકસાનની ભરપાઈ કરવામાં આવે. હાઈકોર્ટના નિર્ણય પછી, હવે પતંજલિ ચ્યવનપ્રાશ સંબંધિત જાહેરાતો બતાવી શકશે નહિ. જોકે, તેની અન્ય બ્રાન્ડ્સ પર કોઈ અસર થશે નહિ."
આ પહેલા, દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને તેમના "શરબત જિહાદ" નિવેદન માટે ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, આ નિવેદન અસ્વીકાર્ય છે અને તે સાંભળ્યા પછી તેઓ પોતાના કાન અને આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં.
તેમણે રામદેવને એક સોગંદનામું આપવા કહ્યું હતું, જેમાં લખ્યું હોય કે તેઓ ભવિષ્યમાં આવું નિવેદન નહિ આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...