દૌસા: 160 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો માસૂમ, છેલ્લા 18 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
માસૂમ બાળક 160 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો

દૌસા : 160 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો માસૂમ, છેલ્લા 18 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

દૌસા : 160 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો માસૂમ, છેલ્લા 18 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
રાજસ્થાનના દૌસા જિલ્લાના કાલીખાડ ગામમાં બોરવેલમાં પડી ગયેલા બાળકને સુરક્ષિત રીતે બચાવવા માટે મંગળવારે પણ કામગીરી ચાલુ છે.
રેસ્કયુ ટીમે કહ્યું કે બાળકને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. 18 કલાકથી રેસ્ક્યુ ટીમ બાળકને બચાવવાની કોશિશ કરી રહી છે
સોમવારે (10 ડિસેમ્બર) બપોરે લગભગ 3:30 વાગ્યે, આર્યન નામનો છોકરો રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. માસૂમ બાળક 160 ફૂટ ઊંડા બોરવેલમાં લગભગ 150 ફૂટ પર ફસાઈ ગયું છે. બોરવેલ પાસે ખોદકામ કરીને બાળક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 10 જેટલા જેસીબી અને ટ્રેક્ટર વડે ઝડપથી માટી કાઢવામાં આવી રહી છે. આમાટે ત્રણ એલએનટી મશીન અને 10 જેસીબી 20 ટ્રેક્ટર તૈનાત છે . રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવા માટે NDRFની ટીમ લોખંડની વીંટી જેવો રસ્તો બિછાવીને બાળકને સીધા બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, જગદીશ મીણાની પત્ની ખેતરમાં બનેલી ટાંકીમાં સ્નાન કરી રહી હતી. દરમિયાન આર્યન ત્યાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક તે બોરવેલમાં પડી ગયો. આ પછી માતાએ એલાર્મ વગાડ્યું અને આસપાસના લોકો અને પોલીસને આ ઘટના વિશે જાણ કરી. ત્યાર પછી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમાર, લાલસોટ એએસપી દિનેશ અગ્રવાલ, ધારાસભ્ય દીનદયાલ બૈરવા, એસડીએમ યશવંત મીના, નાંગલ રાજાવતનના ડીએસપી ચારુલ ગુપ્તા, પોલીસ સ્ટેશનના પ્રભારી માલીરામ સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી . જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે બોરવેલમાંથી બાળકની ગતિવિધિઓ સ્પષ્ટ દેખાતી હતી. પરિવારના સભ્યોએ બોરવેલની અંદર બોલાવ્યા તો બાળકે પણ જવાબ આપ્યો ન હતો.
—IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ