લખનઉ: CCTV બંધ કરી વહુએ સાસુને મોતને ઘાટ ઉતારી
પ્રેમી સાથે મળવાનો વિરોધ કરતા સાસુને રસ્તેથી હટાવ્યા; સ્નિફર ડોગે ખોલ્યો ભેદ

CCTV બંધ કરી વહુએ સાસુને મોતને ઘાટ ઉતારી

CCTV બંધ કરી વહુએ સાસુને મોતને ઘાટ ઉતારી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 36 વર્ષીય રંજના વર્મા નામની મહિલાએ તેના 21 વર્ષીય પ્રેમી રાજન શર્મા સાથે મળીને પોતાની 69 વર્ષીય સાસુ નિર્મલા દેવીની હત્યા કરી નાખી છે.
સાસુ તેના અને ભાડૂઆત રાજનના પ્રેમ સંબંધોનો વિરોધ કરતી હોવાથી આ ભયાનક પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
શનિવારે સાંજે 4 વાગ્યે જ્યારે ઘરના પુરુષ સભ્યો અને મોટો પૌત્ર કામ પર ગયા હતા, ત્યારે આ વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો. રંજના અને રાજને પહેલા ઘરના CCTV કેમેરા બંધ કરી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધ સાસુના હાથ-પગ દોરડાથી બાંધીને તેમનું ગળું દબાવી દીધું હતું.
ગુનો કર્યા બાદ બંને કાર લઈને બહાર નીકળી ગયા હતા અને રસ્તામાં જઈને મોબાઈલથી ફરી CCTV ઓન કર્યા હતા જેથી કોઈને શંકા ન જાય.
જ્યારે 18 વર્ષનો પૌત્ર ઘરે આવ્યો અને દાદીની લાશ જોઈ, ત્યારે તેણે હોબાળો મચાવ્યો હતો. પુત્રવધૂ રંજના ઘરે પરત ફરી અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું નાટક કરી રડવા લાગી હતી.
જોકે, પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ૨ કલાક સુધી કેમેરા બંધ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ દરમિયાન પોલીસનો સ્નિફર ડોગ સીધો જ ત્યાં ઉભેલા પ્રેમી રાજન પાસે જઈને અટકી ગયો અને ભસવા લાગ્યો હતો. રાજન ગભરાઈને ભાગવા જતા પોલીસે તેને પકડી લીધો હતો.
પકડાયેલા આરોપી રાજન શર્માએ કબૂલાત કરી હતી કે તે ઓલા ટેક્સી ડ્રાઈવર છે અને રંજનાના ઘરમાં જ ભાડે રહે છે. છેલ્લા 4 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. સાસુ નિર્મલા દેવી આ વાત જાણી ગયા હતા અને સતત વિરોધ કરતા હતા, જેના કારણે રંજનાએ તેમને રસ્તેથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે રંજના અને રાજન વિરુદ્ધ FIR નોંધીને રવિવારે બંનેને જેલ ભેગા કર્યા છે. વૃદ્ધાના પુત્ર અને પૌત્ર આ ઘટનાથી આઘાતમાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ