ભારત પર તોળાઈ રહ્યો છે ખતરો, શું ઘટી રહ્યો છે સમય!
એરોસોલ પ્રદૂષણ છે મુખ્ય જવાબદાર; ઉત્તર ભારતમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

ઓછો થઈ રહ્યો છે સુર્યપ્રકાશનો સમય

ઓછો થઈ રહ્યો છે સુર્યપ્રકાશનો સમય
ભારતમાં સૂર્યપ્રકાશની માત્રામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે કૃષિ અને સૌર ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો માટે ગંભીર ચિંતાનો વિષય છે. એક તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસ પરથી આ માહિતી બહાર આવી છે, જેમાં છેલ્લા ૩૦ વર્ષોના હવામાન ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અભ્યાસના તારણોભારતની સર્વોચ્ચ સંસ્થાઓના સંશોધકોએ ૧૯૮૮ થી ૨૦૧૮ સુધીના હવામાન ડેટા પર આ સ્ટડી કરી છે. તેના તારણો સૂચવે છે કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં દર વર્ષે સૂર્યપ્રકાશનું પ્રમાણ ઘટી રહ્યું છે.
ઉત્તર ભારતમાં સૌથી વધુ ઘટાડો: વૈજ્ઞાનિકોના ડેટા અનુસાર, ઉત્તર ભારતમાં સૂર્યપ્રકાશ સૌથી વધુ ઓછો થયો છે, જ્યાં વાર્ષિક આશરે ૧૩ કલાક સૂર્યપ્રકાશ ઘટી રહ્યો છે.
હિમાલય પણ પ્રભાવિત: હિમાલય ક્ષેત્રમાં પણ દર વર્ષે અંદાજે ૯.૫ કલાક ઓછો સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે.
અન્ય વિસ્તારોમાં અસર: પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વાર્ષિક ૮.૫ કલાક સૂર્યપ્રકાશ ઓછો થયો છે. પૂર્વ અને ડેક્કન વિસ્તારમાં પણ ઘટાડો નોંધાયો છે, જોકે તે અન્ય વિસ્તારોની તુલનામાં ઓછો છે.
વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યપ્રકાશમાં આ ઘટાડા માટે એરોસોલ પોલ્યુશન મુખ્ય જવાબદાર છે.
એરોસોલ પ્રદૂષણ એટલે વાહનો, ફેક્ટરીઓ અને અન્ય સ્ત્રોતોમાંથી નીકળતા ઘન અથવા પ્રવાહી કણોનું વાયુમાં રૂપાંતર થવું, જે વાતાવરણમાં ફેલાય છે. આ પ્રદૂષણ હવે સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવી રહ્યું છે.
વિજ્ઞાનીઓ આ પ્રક્રિયાને 'સોલર ડિમિંગ' નામ આપી રહ્યા છે.
ભવિષ્ય પર અસરસૂર્યપ્રકાશનો ઘટાડો થવાથી ખેતીના પાકને ઓછી લાઇટ મળશે, જે સીધી રીતે પાકના ઉત્પાદન પર અસર કરી શકે છે. ઉપરાંત, સૌર ઊર્જા પર નિર્ભર સોલર પેનલ્સ માટે પણ ઓછી ઊર્જા પ્રાપ્ત થશે. સંશોધકોનો આશાવાદ છે કે જો આ એરોસોલ પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવે, તો સૂર્યપ્રકાશના ઘટાડાની સમસ્યા પર પણ કાબૂ મેળવી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...