ચક્રવાત મોનથા: આંધ્ર તરફ આગળ વધતું ગંભીર વાવાઝોડું
28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે 'મોનથા', 5 રાજ્યોમાં રેડ એલર્ટ; સેના હાઈ એલર્ટ પર

મોન્થાએ વર્સાવ્યો દક્ષિણમાં કહેર

મોન્થાએ વર્સાવ્યો દક્ષિણમાં કહેર
બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલું ચક્રવાત 'મોનથા' હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું, જેની હાલની ગતિ 90-100 કિમી પ્રતિ કલાક છે, તે આગામી 24 કલાકમાં 'ગંભીર ચક્રવાતી તોફાન' બની શકે છે. અનુમાન છે કે આ ચક્રવાત 28 ઓક્ટોબરની સાંજે 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને પગલે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે.
ભારે વરસાદની આગાહી અને એલર્ટIMD દ્વારા 'મોનથા' ચક્રવાતને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27 થી 30 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રેડ એલર્ટ: 28-29 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશ (9 જિલ્લા), ઓડિશા (8 દક્ષિણી જિલ્લા) અને તમિલનાડુના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMD દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.
ઓરેન્જ એલર્ટ: તમિલનાડુ, ઓડિશાના બાકીના વિસ્તારોમાં અને કેરળના અમુક જિલ્લાઓ (કોઝિકોડ, કન્નૂર, કાસરગોડ) માં 'ઓરેન્જ એલર્ટ' લાગુ કરાયું છે.
ખતરો: 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો છે.
પાંચ રાજ્યોમાં વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આંધ્ર પ્રદેશ: કાકીનાડા અને કોનાસિમાના 34 ગામોમાંથી 6,000થી વધુ લોકોને (જેમાં 428 ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં 27-28 ઓક્ટોબરના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઓડિશા: સરકારે સંવેદનશીલ વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરી દીધું છે. મલકાનગિરિ, કોરાપુટ સહિત 8 દક્ષિણી જિલ્લાઓમાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે અને 30 ઓક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ બંધ રહેશે.
સુરક્ષા દળોની તૈનાતી: NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત છે. જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સંબંધિત વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
માછીમારો માટે સલાહ: હવામાન વિભાગે માછીમારોને 29 ઓક્ટોબર સુધી દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની સખત સલાહ આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...