'મોન્થા' એ આંધ્રપ્રદેશમાં મચાવી તબાહી
આંધ્રપ્રદેશ પછી, ઓડિશામાં પણ ભારે તબાહી, વૃક્ષો ઉખડી ગયા અને વીજ પુરવઠો ખોરવાયો

મોન્થા

મોન્થા
ભારતના પૂર્વ કિનારે ત્રાટકેલા ચક્રવાત મોન્થાએ આંધ્રપ્રદેશ અને ઓડિશાના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓમાં તબાહી મચાવી છે. સોમવારે મોડી રાત્રે બંગાળની ખાડીમાં ઊંડું દબાણ સર્જાયું અને મંગળવારે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાકીનાડા કિનારે ત્રાટક્યું. પવન 100-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો, જેનાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. જોરદાર પવન અને ભારે વરસાદથી મોટા વૃક્ષો ઉખડી ગયા, વીજળીના થાંભલા વાંકા થઈ ગયા અને રસ્તાઓ ડૂબી ગયા, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો.
દરિયાકાંઠાના ઘરો થયા ધરાશાયી
માછીપટ્ટનમમાં ભૂસ્ખલન પ્રક્રિયા લગભગ 5:30 કલાક સુધી ચાલી, જેના કારણે દરિયાકાંઠાના ઘરો ધરાશાયી થયા. આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ચક્રવાત મોન્થાએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું, જ્યાં 1 વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વધુમાં, જોરદાર પવનને કારણે નારિયેળના ઝાડ ઉખડી ગયા હોવાથી 1 છોકરો અને 1 ઓટો ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. વાવાઝોડાએ હાઈવે પર વૃક્ષો પણ ઉખડી ગયા હતા અને 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. સલામતીના કારણોસર, ઘણી ફ્લાઈટ્સ અને ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. હવામાન વિભાગે, અગામી 24 કલાક માટે ચેતવણી જારી કરી છે, અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે.
આ પણ વાંચો: ચક્રવાત મોન્થા આંધ્ર કિનારે ત્રાટક્યું, એકનું મોત
6 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની સંભાવના
IMD અનુસાર, ચક્રવાત મોન્થા દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું અને 29 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 05:30 વાગ્યે નરસાપુરથી લગભગ 80 કિમી ઉત્તરપશ્ચિમમાં અને કાકીનાડાથી 100 કિમી પશ્ચિમમાં કેન્દ્રિત હતું. તે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 3 કલાક દરમિયાન ઊંડા ડિપ્રેશનમાં અને પછીના 6 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે. આંધ્રપ્રદેશના કાકીનાડામાં લેન્ડફોલ કર્યા પછી, ચક્રવાત મોન્થા બુધવારે સવારે ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર પણ લેન્ડફોલ થયો.
11,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
ચક્રવાત મોન્થાથી ઓડિશા પણ ગંભીર અસર અનુભવી રહ્યું છે. રાજ્યના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, જેમાં ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે 11,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે, અને 30,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર પણ એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે અને આગામી 36 કલાકમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...