દેશમાં સાયબર માફિયા બેફામઃ ચાર વર્ષમાં ભારતીયોએ ₹33 હજાર કરોડ ગુમાવ્યા!
વર્ષ 2024માં સાયબર છેતરપિંડીના 19.18 લાખ કેસ, 22,811 કરોડની ઓનલાઈન ઠગાઈ

દર વર્ષે સાયબર ચિટીંગના કેસ વધતાં જતાં હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘોર નિંદ્રામાં!

દર વર્ષે સાયબર ચિટીંગના કેસ વધતાં જતાં હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘોર નિંદ્રામાં!
દેશમાં સાયબર માફિયાઓ બેફામ બનીને લાખો નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દર વર્ષે સાયબર છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. વર્ષ 2024માં NCRP પોર્ટલ ઉપર સાયબર ગુનાની 19.18 લાખ ફરિયાદો મળી છે. જેમાં લોકોએ અંદાજે રૂપિયા 22,812 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વર્ષ 2023 કરતાં સાયબર છેતરપિંડીનો આંકડો ત્રણ ગણો વધુ છે.
આપણાં રોજિંદા જીવનમાં દરરોજ સાયબર ગુનાની ઘટના બનતી જોઈ રહ્યા છીએ. સાયબર માફિયાઓ લોકોને તેમની જાળમાં ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2024માં સાયબર ઠગોએ દેશના નાગરિકો સાથે 22,811.95 કરોડ છેતરપિંડી કરી છે. આ આંકડો લોકોએ નોંધાવેલી સાયબર ક્રાઈમની ફરિયાદોનો છે.
ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર I4C અનુસાર વર્ષ 2024માં NCRP પોર્ટલ ઉપર સાયબર ઠગાઈની 19.18 લાખ ફરિયાદો મળી છે. જેમાં લોકોએ 22,811.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ આંકડાઓ જોતા ભારત દેશ વિશ્વમાં સાયબર ક્રાઇમનો હબ બની ગયો તેમ લાગી રહ્યું છે.
ભારતમાં સાયબર ક્રાઇમના આંકડા દર વર્ષે વધી રહ્યા છે. GIREMના રિપોર્ટ અનુસાર ભારતમાં માલવેર હુમલામાં 11 ટકા, રેન્સમવેરમાં 22 ટકા, LOT હુમલામાં 59 ટકા અને ક્રિપ્ટો હુમલામાં 409 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023માં સાયબર ક્રાઇમની 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી. જે વર્ષ 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ છે. તેમાંથી મોટાભાગની ફરિયાદો પૈસા સંબંધિત છેતરપિંડીની છે. વર્ષ ૨૦૨૩માં ભારતીયોએ સાયબર ક્રાઇમમાં રૂપિયા 7,496 કરોડ રૂપિયા જ્યારે વર્ષ 2023માં રૂપિયા 2,306 કરોડ ગુમાવ્યા હતા.
વર્ષ 2024માં આંકડો વર્ષ 2023ની સરખામણીમાં ત્રણ ગણો અને 2022ની સરખામણીમાં 10 ગણો વધ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીમાં અઁદાજે રૂપિયા 33,165 કરોડ ગુમાવ્યા છે. GIREM રિપોર્ટ મુજબ વર્ષ 2024માં ફિશિંગ હુમલાઓમાં 82.6 ટકા AI દ્વારા જનરેટ થયેલા છે. હવે QR કોડ આધારિત સાયબર છેતરપિંડીના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
સાયબર ગુનેગારો લોકોને નિશાન બનાવવા માટે નકલી પોસ્ટરો, વ્હોટસ એપ મેસેજ અને લિંક્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી વપરાશકર્તાઓ એકવાર QR કોડ સ્કેન કર્યા પછી નકલી UPI ચુકવણી પોર્ટલ પર પહોંચી જતા હોય છે. જ્યાંથી તેમનો બેંકિંગ ડેટા ચોરાઈ જાય છે. ભારતમાં આ મોડેસ ઓપરરેન્ડીનો સાયબર માફિયાઓ મોટી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે.
લોકો ફક્ત QR કોડ સ્કેન દ્વારા જ નહીં પરંતુ અન્ય ઘણી રીતે સાયબર છેતરપિંડીમાં ફસાઈ રહ્યા છે. સાયબર ગુનેગારો નકલી પોલીસ બનવાથી લઈને ડિજિટલ ધરપકડ સુધીની બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને લોકોને જાળમાં ફસાવી રહ્યા છે. કોઈપણ નાગરિક સાયબર ગુનાઓનો ભોગ બની રહ્યા છે.
સાયબરની દુનિયામાં સાવચેતી એ જ સલામતી!
સાયબર દુનિયામાં કોઈપણ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બની શકે છે. ઓનલાઈન દુનિયામાં સાયબર માફિયાઓ દરેક પગલે જાળ બિછાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફક્ત તમારી જાગૃતિ તમને સુરક્ષિત રાખી શકે છે. સાયબર છેતરપિંડીથી બચવા તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. ક્યારેય અજાણી લિંક્સ પર ક્લિક કરશો નહીં. 2. તમારા OTP, બેંકિંગ વિગતો અને અન્ય પાસવર્ડ્સ બીજા કોઈ સાથે શેર કરશો નહીં. 3. તમે વ્હોટસએપ પર છેતરપિંડીનો ભોગ બની શકો છો. તેથી અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ કરતી વખતે સાવચેતી રાખો. 4. તમારી અંગત વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. 5. જો કોઈ તમને ડિજિટલ ધરપકડ અથવા પોલીસના નામે ડરાવે છે તો ડર રાખ્યા વગર આવા કેસની જાણ તરત જ પોલીસને કરો. 6. વધુ નફાની લાલચ માટે અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...