CRPF જવાન 2023થી પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી, NIAએ દિલ્હીથી કરી ધરપકડ
CRPF જવાન મોતી રામ જાટની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી, આરોપ છે કે, તે 2023થી પાકિસ્તાની અધિકારીઓને દેશની ગુપ્ત માહિતી આપી રહ્યો હતો.

રાષ્ટ્રીય તપાસ એજન્સી

રાષ્ટ્રીય તપાસ એજન્સી
દિલ્હીમાંથી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા એક ગંભીર કેસ બહાર આવ્યો છે, જેમાં CRPF જવાન મોતી રામ જાટને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાના આરોપ સાથે ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું કે, આરોપી 2023થી પાકિસ્તાન માટે દેશની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો.
પટિયાલા હાઉસ કોર્ટમાંથી રિમાન્ડ પર
મોતી રામને NIA દ્વારા ધરપકડ કર્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 6 જૂન સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
પૈસાની લાલચે રાષ્ટ્રદ્રોહ
શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લાં 2 વર્ષથી પાકિસ્તાનના ISI અધિકારીઓના સંપર્કમાં હતો. તેણે હવાલાના માધ્યમથી પૈસા પણ મેળવ્યા હતા. એજન્સીના જણાવ્યા મુજબ, તે ISIના નિશાન પર પહેલાથી જ હતો અને તેને પૈસાની લાલચ આપી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિમાં ખેંચવામાં આવ્યો હતો.
વધુ લોકો સંડોવાયા હોય તેવી સંભાવના
NIA એ જણાવ્યું છે કે, આ કેસમાં વધુ લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે, જેના કારણે મોતી રામના સંપર્કમાં રહેલા દરેક શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
બેંક ખાતાઓની પણ થશે તપાસ
મોટી રકમના વ્યવહારોને ધ્યાને લઈ હવે મોતી રામના અને તેના પરિવારજનોના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવશે. શંકા છે કે, તેણે લેણ-દેણનો પૈસો પોતાની જગ્યાએ તેના પરિવારના ખાતામાં જમા કરાવ્યો હતો.
આ ઘટનાને રાષ્ટ્રસુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે અને NIAની આ કાર્યવાહીને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.