ઉધમપુરમાં CRPFનું બંકર ખીણમાં પડ્યું, 2 જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં CRPFનું વાહન ખીણમાં ખસી ગયું, 2 જવાન શહી, અનેક ઈજાગ્રસ્ત
CRPF બંકરનો અકસ્માત
CRPF બંકરનો અકસ્માત
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં CRPFના 2 જવાનો શહીદ થયા અને અનેક જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના ગુરુવારે સવારે 10:30 વાગ્યે થઈ હતી જ્યારે CRPF 187 બટાલિયનનું બંકર વ્હીકલ કંડવા થી બસંતગઢ તરફ જઈ રહ્યું હતું. વ્હીકલમાં કુલ 18 જવાનો સવાર હતા.
અકસ્માત ઉધમપુર જિલ્લાના લોધરા વિસ્તાર નજીક થયો હતો, જ્યાં બંકર વ્હીકલ ખીણમાં ખસીને પલટાઈ ગયું. CRPFના જણાવ્યા મુજબ, બધા જવાનોને ઈજાઓ થઈ હતી, જેમાંથી 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી ન શક્યા અને શહીદ થયા.
આ પણ વાંચો: CRPFનો 87મો સ્થાપના દિવસ: સેવા, વફાદારી અને બલિદાન
અકસ્માત બાદ તરત જ બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો પણ સહાય માટે આગળ આવ્યાં અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, તેઓએ જિલ્લા કલેક્ટર સલોની રાય સાથે સીધી વાત કરી છે, અને હાલાત ઉપર નજર રાખી છે.
આ પણ વાંચો: Kashmir માં CRPF વાહન ખાઈમાં ખાબક્યું, નવ જવાન ઘાયલ, બેની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ શહીદ જવાનો માટે દુ:ખ વ્યક્ત કરતાં લખ્યુંકે, 'ઉધમપુર નજીકની દુર્ઘટનામાં CRPF જવાનોના અવસાનથી દુઃખી છું. રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવા યાદગાર રહેશે. ઘાયલોને વહેલી તકે આરોગ્યલાભ થાય તેવી પ્રાર્થના. ઉચ્ચ અધિકારીઓને શ્રેષ્ઠ સારવાર અને સહાય સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા છે.'
આ ઘટનાએ દેશભરમાં શોકનો માહોલ ઉભો કર્યો છે અને CRPFના શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.