મુંબઈમાં ફરી કોરોનાનો ખતરો: 53 પોઝિટિવ કેસ, 2 મોત, તંત્ર એલર્ટ મોડ પર
મુંબઈમાં ફરીથી કોરોના કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં અત્યાર સુધી 53 પોઝિટિવ કેસ અને 2ના મૃત્યુ થયા છે, તંત્રે હોસ્પિટલોમાં વધુ તૈયારી શરૂ કરી છે.

કોરોના વાયરસ

કોરોના વાયરસ
એક સમયે સમગ્ર વિશ્વને ઘેરેલી મહામારી કોરોનાવાયરસ (Covid-19) ફરી એકવાર ભારતમાં માથું ઉચકતી જણાઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં, કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
53 પોઝિટિવ કેસ અને 2ના મૃત્યુ
મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમ જ 2 દર્દીઓના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઇ છે. આ 2 દર્દીઓ પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. તેમાનો એક દર્દી મોઢાના કેન્સરથી પીડિત હતો અને બીજો દર્દી નેફ્રોટિક સિન્ડ્રોમથી પીડિત હતો. બન્ને દર્દીઓને KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
તંત્રે આરોગ્ય વ્યવસ્થા કરી ચુસ્ત
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કોરોનાના વધતા કેસને જોતા હોસ્પિટલોમાં પૂરતી તૈયારી કરી છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે ત્યારે આ ક્ષમતા તાત્કાલિક વધારાશે તેવી પણ તૈયારી છે.
2025ના કેસોમાં વધારો થયો શરૂ
જાણવા મળ્યું કે, જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી કોવિડના કેસની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ મે મહિનાથી કેસમાં ફરીથી વધારો નોંધાઈ રહ્યો છે. તંત્રે લોકોને ચિંતિત ન થવાની અપીલ કર્યાની સાથે સાવચેતી રાખવા માટે સલાહ આપી છે.
Covid-19 ના શું છે લક્ષણો?
માહિતી અનુસાર, કોરોના વાયરસના સામાન્ય લક્ષણો તાવ, ઉધરસ (સૂકી કે કફ સાથે), ગળામાં દુખાવો, થાક અને શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, શરદી કે વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવી તથા તેના ગંભીર લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જો કોઈને આ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ.
મ્યુનિસિપલ તંત્રે લોકોને વિનંતી કરી છે કે, તેઓ ભયમાં ન આવે પરંતુ સાવચેત રહે. આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક પગલાં લેવા તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.