કોન્સ્ટેબલની પત્નીને મર્ડર કેસમાં આજીવન કેદ
પોતાના દીકરાની હત્યારી માતાના કરતૂતો લાંબા સમય સુધી ન ઢંકાયા, કોર્ટની આજીવન જેલની સજા...

પત્નીને મર્ડર કેસમાં આજીવન કેદ

પત્નીને મર્ડર કેસમાં આજીવન કેદ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક માતાએ પોતાના પાંચ વર્ષના પુત્રની નિર્મમ હત્યા કરી દીધી હતી. કોર્ટે આ મામલે આરોપી માતા જ્યોતિ રાઠોડને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના પાછળનું કારણ એટલું ભયાનક હતું કે સાંભળનારના રૂંવાડા ઉભા થઈ જાય.
ઘટનાની વિગતો મુજબ, પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહ રાઠોડની પત્ની જ્યોતિને તેના પાડોશી ઉદય ઇન્દોલિયા સાથે આડા સંબંધો હતા. આજથી લગભગ 2 વર્ષ પેહલા 28 એપ્રિલ 2023ના રોજ, જ્યોતિના 5 વર્ષના પુત્ર જતિને તેની માતાને પાડોશી સાથે વાંધાજનક હાલતમાં જોઈ લીધી હતી.
માસૂમ પુત્ર આ વાત તેના પિતાને કહી દેશે તેનો જ્યોતિને ડર પેસી ગયો. માસૂમ આ વાત પિતાને ન કહી દે તેવા ડરથી, જ્યોતિએ તેને મકાનના બીજા માળની છત પરથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા જતિનનું 24 કલાકમાં જ મોત નીપજ્યું હતું.
શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનીને કેસ દબાઈ ગયો હતો, પરંતુ સત્ય લાંબો સમય છુપાયેલું ન રહ્યું. પુત્રના મોત બાદ પિતા ધ્યાન સિંહને પત્ની પર શંકા ગઈ હતી. તેમણે પત્ની સાથેની વાતચીતનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કર્યું અને ઘરના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા. આખરે ગુનાના 15 દિવસ બાદ જ્યોતિ ભાંગી પડી અને પતિ સામે કબૂલાત કરી કે તેણે જ પુત્રને છત પરથી ફેંકી દીધો હતો.
પતિની ફરિયાદના આધારે પોલીસે જ્યોતિ અને તેના પ્રેમી ઉદય વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. કોર્ટે પુરાવાઓના આધારે જ્યોતિને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે પુરાવાના અભાવે તેના પ્રેમી ઉદયને નિર્દોષ જાહેર કર્યો છે. એક પિતાએ જ પોતાની પત્નીના પાપનો પર્દાફાશ કરી પુત્રને ન્યાય અપાવ્યો છે, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ