કોંગ્રેસ નેતાએ હદ કરી, રાહુલ ગાંધી માટે કરી આ માંગ
કોંગ્રેસ પ્રવક્તાનો દાવો: વેનેઝુએલાની જેમ ભારતમાં રાહુલ ગાંધી પણ કરે છે લોકશાહીની રક્ષા

રાહુલ ગાધીની સરખામણી આ નેતા સાથે કરી

રાહુલ ગાધીની સરખામણી આ નેતા સાથે કરી
વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને આ વર્ષનો શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યા બાદ ભારતીય રાજકારણમાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે મચાડોની આ સિદ્ધિની તુલના સીધી કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સંઘર્ષ સાથે કરી છે. રાજપૂતનો સંકેત સ્પષ્ટ છે કે, જેમ મચાડોએ પોતાના દેશમાં લોકશાહીના અધિકારો માટે લડત આપી, તેવી જ રીતે રાહુલ ગાંધી ભારતમાં બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.
લોકશાહી માટેનો સંઘર્ષ: મચાડો અને રાહુલની તુલનાસુરેન્દ્ર રાજપૂતે પોતાના 'એક્સ' (X) હેન્ડલ પર મચાડો અને રાહુલ ગાંધીની તસવીરો પોસ્ટ કરીને આ તુલના કરી હતી. તેમણે લખ્યું કે, "આ વર્ષે નોબેલ શાંતિનો પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતાને બંધારણનું રક્ષણ કરવા માટે મળ્યું છે. ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્ત્વ કરી રહ્યા છે."
નોબેલ સમિતિનો સંદેશ: નોબેલ સમિતિએ મચાડોને 'તાનાશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ બદલાવ' અને 'લોકતાંત્રિક અધિકારો પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા' માટે સન્માનિત કર્યા છે. મચાડો, ચૂંટણીમાં છેતરપિંડીના આરોપ બાદ છૂપાઈને રહેવા છતાં, વેનેઝુએલાના વિપક્ષને એકતામાં રાખવામાં સફળ રહ્યાં હતાં.
કોંગ્રેસનો દાવો: ભારતમાં કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધી હાલની એનડીએ સરકાર વિરુદ્ધ સમાન સંઘર્ષ કરી રહ્યા છે. 'ઈન્ડિયા' ગઠબંધન પછી વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ એક અને અડગ છે.
કોંગ્રેસ અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ તાજેતરના મહિનાઓમાં અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે, જેનાથી દેશની લોકશાહી સંસ્થાઓ અને બંધારણ પર જોખમ હોવાનો આક્ષેપ છે:
ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો: 'વોટ ચોરી', બિહારમાં યાદીમાંથી મતદારોના નામ હટાવવા અને EVM હેકિંગ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે.
સમાજિક ન્યાય અને અધિકારો: પછાત વર્ગો માટે અનામત સમાપ્ત કરવાનું કાવતરું, લઘુમતીઓ અને અનુસૂચિત જાતિના અધિકારો પર તરાપ મારવાના આક્ષેપો કર્યા છે.
આર્થિક પડકારો: દેશમાં વધતી બેરોજગારી અને નબળું પડતું અર્થતંત્ર.
રાહુલ ગાંધીએ અનેકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં લોકશાહી અને લોકશાહી સંસ્થાઓ જોખમમાં છે અને તેઓ તેને બચાવવા માટે લડી રહ્યા છે. રાજપૂત દ્વારા મચાડો સાથેની તેમની તુલના માત્ર એક નિવેદન નથી, પરંતુ ભારતીય રાજકારણમાં લોકશાહીના સંરક્ષક તરીકે રાહુલ ગાંધીની ભૂમિકાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...