કોટાની હોટેલમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીની હત્યા
12મા ધોરણની વિદ્યાર્થિનીની હત્યા બાદ પરિવારજનોએ પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા

વિદ્યાર્થિનીની હત્યા

વિદ્યાર્થિનીની હત્યા
રાજસ્થાનના કોટા શહેરમાં એક ઘટના સામે આવી છે, જ્યાં એક હોટેલના રૂમમાંથી 12મા ધોરણની એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટના કોટા વિસ્તારની RM હવેલી હોટેલની છે. મૃતક યુવતીની ઉંમર 18 વર્ષીય છે. પરિવારજનોએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવતા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે અને પોસ્ટમોર્ટમ હાઉસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે, જો સમયસર પોલીસે સક્રિયતા બતાવી હોત તો કદાચ તેમની પુત્રીની હત્યા થઈ ન હતી. વિરોધ દરમિયાન પરિવારના સભ્યોની પોલીસ સાથે ઝપાઝપી અને નોક ઝોક પણ થઈ હતી.
ચેક આઉટનો સમય હોવા છતાં દરવાજો ન ખોલ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થિની 10 ઑક્ટોબરની સવારે લગભગ 9 વાગ્યે ઘરેથી સ્કૂલ જવા નીકળી હતી, પરંતુ તે સ્કૂલ પહોંચવાને બદલે 120 કિલોમીટર દૂર કોટાના નયાપુરા બસ સ્ટેન્ડ નજીક આવેલી RM હવેલી હોટેલ પર પહોંચી હતી. ત્યાં તેણે જનાધાર કાર્ડ ID તરીકે આપીને રૂમ નંબર 112 બુક કરાવ્યો હતો. બીજા દિવસે, 11 ઑક્ટોબરના રોજ, બપોરે 12 વાગ્યે ચેક આઉટનો સમય હોવા છતાં દરવાજો ન ખોલાતા હોટેલ સ્ટાફે દરવાજો ખખડાવ્યો હતો. કોઈ જવાબ ન મળતા રોશનદાનમાંથી જોતાં વિદ્યાર્થિની ફાંસી પર લટકેલી જોવા મળી હતી.
આ પણ વાંચો: સુરતમાં મામાએ ભાણેજ મોહમ્મદ આમિર આલમની કરી હત્યા
મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો
હોટેલ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેણે દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે, પોલીસ શરૂઆતમાં આત્મહત્યાના એંગલ પર તપાસ કરી રહી હતી, પરંતુ પરિવારજનોએ આત્મહત્યાની વાતને નકારી કાઢીને હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને નયાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મૃતક યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીની સ્કૂલ સાંજે 4 વાગ્યે પૂરી થતી હતી. જ્યારે તે 4:30 વાગ્યા સુધી ઘરે ન પહોંચી, ત્યારે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની FIR નોંધાવી હતી, પરંતુ તેમનો આક્ષેપ છે કે, પોલીસે આ મામલે ગંભીરતા દર્શાવી નહોતી.
પરિવારનો CCTV પણ બંધ હોવાના આરોપ
કાકાએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, તેમની ભત્રીજી ક્યારેય કેલવાડાથી આગળ ગઈ નથી, તો તે 120 કિલોમીટર દૂર કોટા કેવી રીતે પહોંચી ગઈ. પરિવારે હોટેલના CCTV પણ બંધ હોવાનો અને રૂમ અંદરથી લૉક હોવા છતાં પોલીસ કે હોટેલ પાસે કોઈ મજબૂત પુરાવા ન હોવાનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થિનીના પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે અને ઘરમાં તેની માતા અને એક નાનો ભાઈ છે. પરિવારજનો તેમની પુત્રીને ન્યાય મળે તે માટે પોલીસ સ્ટેશન સામે સતત પ્રદર્શન કરી રહ્યા છે, જેણે આ કેસને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...