ધોરણ-10ની વિદ્યાર્થીનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો
પોલીસ ઘરે આવી ત્યારે માતાપિતાને જાણ થઈ

નવજાત મળ્યુ હતું, ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યાં હતા

નવજાત મળ્યુ હતું, ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યાં હતા
સુરતથી સમાજ સામે આંગળી ચિંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10ની વિદ્યાર્થિનીએ જાતે ઘરમાં ગર્ભપાત કર્યો હતો. યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 16 વર્ષની સગીરાને 16 વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી..જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું. 9 તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો. પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો.
મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે. મોબાઈલને કારણે માસુમોની જિંદગી છીનવાઈ રહી છે. સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે. એક 16 વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે. આ ઘટના પર નજર કરીએ તો, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલ કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી. બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી. જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતી. બાળકીને તપાસ કરતાં તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરી બોલાવી હતી. 108 ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કર્યું હતું.
આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તપાસમાં ખુલાસો થયો કે, ધો. 10ની વિદ્યાર્થિનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો. 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાંખી હતી. 9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો. પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો.
જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાને ખાડી પાસે ફેંકી દીધું હતું. લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી. આઠમી જાન્યુયારીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસૂવાવડ થઈ હતી. જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી. આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયોઝ જોઈને યુવાનો ક્યા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ