પહલગામ હુમલામાં ચીન કનેક્શન? GoPro કેમેરા મળ્યા
આતંકીઓએ કેમેરાનો રેકી માટે કર્યો હતો ઉપયોગ; GoPro કેમેરા 2024માં ચીનમાં એક્ટિવેટ થયો

પહલગામ હુમલામાં ચીન કનેક્શન?

પહલગામ હુમલામાં ચીન કનેક્શન?
ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોનો ભોગ લેનારા ભયાનક આતંકવાદી હુમલાની તપાસમાં એક મોટો અને સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પહલગામ આતંકવાદનું સમગ્ર કનેક્શન ચીન સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે.
એન્ટી-ટેરર એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસ મુજબ, આતંકવાદીઓએ હુમલા પહેલા રેકી (recces) કરવા માટે જે હાઈ-ટેક ગોપ્રો (GoPro) કેમેરાનો ઉપયોગ કર્યો હતો, તેની સપ્લાય ચેઈન ચીન સુધી લંબાયેલી છે.
હુમલાના સ્થળેથી પકડાયેલા અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં એક GoPro Hero 12 બ્લેક કેમેરો NIA માટે મહત્વની કડી સાબિત થયો છે.
આ કેમેરાના સીરીયલ નંબર 'C3501325471706' ના આધારે જ્યારે NIA એ નેધરલેન્ડ સ્થિત 'GoPro B.V.' નો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે આ કેમેરો ચીનના ડોંગગુઆનમાં 30 જાન્યુઆરી 2024ના રોજ એક્ટિવેટ થયો હતો.
ચીનના ડિસ્ટ્રિબ્યુટર સુધી લંબાયેલા છેડા
નેધરલેન્ડની કંપનીએ NIAને આપેલી માહિતી મુજબ, આ કેમેરો ચીન સ્થિત ડિસ્ટ્રિબ્યુટર 'AE Group International Limited' ને સપ્લાય કરવામાં આવ્યો હતો.
જોકે, કંપની પાસે અંતિમ વપરાશકર્તા (end-user)ની માહિતી નથી, જેના કારણે NIA એ હવે ચીન સરકારનો સંપર્ક સાધવાની શરૂઆત કરી છે.
NIA કોર્ટની 'લેટર રોગેટરી'
NIAની વિશેષ કોર્ટે આ મામલે ચીનની ન્યાયિક સત્તાને એક 'લેટર રોગેટરી' (ન્યાયિક વિનંતી પત્ર) જારી કર્યો છે. જેમાં કેમેરાની સપ્લાય ચેઈન, તેને કોણે ખરીદ્યો અને આતંકવાદીઓ સુધી તે કેવી રીતે પહોંચ્યો, તે અંગેની વિગતો માંગવામાં આવી છે. NIA નું માનવું છે કે આ કેમેરો આતંકવાદીઓની હુમલા પહેલાની હિલચાલ અને તેમની તૈયારીઓને સ્થાપિત કરવામાં અત્યંત મહત્વનો પુરાવો બની રહેશે.
ગયા વર્ષે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓ પર સેર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
આ વિવાદ બાદ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મે ના રોજ સીઝફાયર પર સહમતિ સધાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સોનમ વાંગચુકે મુક્તિની માંગ સાથે આપી ચીમકી—જો નેતાઓ આવતીકાલ સુધી મુક્ત નહીં થાય, તો ભૂખ હડતાળ કે વિરોધ કૂચનો વિકલ્પ અપનાવશે!

દિલ્હી મેટ્રો બંધ વિવાદમાં નવો વળાંક! સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં 45 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હોવાનો આરોપ… હવે ગૃહ સચિવ સહિત અધિકારીઓ સામે અવમાનનાની અરજી દાખલ!

10 ઓક્ટોબરે દિલ્હીમાં શું થવાનું છે? જંતર-મંતર પર વિરોધ પહેલાં પોલીસ હાઈ એલર્ટ પર!