Naxal Encounter : નક્સલ મુક્ત છત્તીસગઢ, સુરક્ષા દળોનું મેગા ઓપરેશન, 30 નક્સલવાદીઓ ઠાર!
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ, ક્સલવાદી નેતાના મોતની પણ અટકળો...

છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે સૌથી મોટી કાર્યવાહી...

છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે સૌથી મોટી કાર્યવાહી...
છત્તીસગઢ (Chhattisgarh)ના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અથડામણમાં લગભગ 30 નક્સલવાદીઓ માર્યા (Naxal Encounter) ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જોકે આ આંકડાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વ્યાપક ઓપરેશનમાં નારાયણપુર, બીજાપુર અને દંતેવાડા જિલ્લાના DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) ના જવાનો સામેલ છે. મળતી માહિતી મુજબ, માડ વિસ્તારના ગાઢ જંગલોમાં સવારથી આ અથડામણ ચાલી રહી છે.
સવારથી ચાલી રહેલી અથડામણ અને મોટા નક્સલવાદી નેતાના મોતની અટકળો...
DRG જવાનો દ્વારા નક્સલવાદીઓ (Naxal Encounter) વિરુદ્ધ આ એક મોટી કાર્યવાહી છે. સવારથી DRG ના સંયુક્ત દળો સાથે નક્સલવાદીઓની અથડામણ (Naxal Encounter) ચાલુ છે. આ દરમિયાન, ઉત્તર પશ્ચિમ સબ ડિવિઝનના પ્રભારી રૂપેશ અથડામણમાં ફસાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. શાંતિ વાટાઘાટો માટે ત્રણ વખત પત્રો જારી કરવામાં આવ્યા હોવા છતાં, સ્થિતિ તંગ છે. હાલમાં નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના DRG જવાનો ઘટનાસ્થળે હાજર છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અથડામણમાં 30 જેટલા નક્સલવાદીઓ માર્યા (Naxal Encounter) ગયા હોવાની સંભાવના છે. આ ઉપરાંત, નક્સલવાદી નેતા નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજ ના મોતની પણ ખબર સામે આવી રહી છે. બસવ રાજ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. જોકે, આ માહિતીની પણ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અથડામણ સ્થળેથી AK-47, ઇન્સાસ રાઇફલ અને અન્ય અનેક આધુનિક હથિયારો મળી આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.
સુરક્ષા દળોની સતત કાર્યવાહી...
છત્તીસગઢ (Chhattisgarh)માં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ પર સકંજો સતત કસાઈ રહ્યો છે. આ પહેલા પણ બીજાપુર જિલ્લામાં કર્રેગુટ્ટા ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. તે ઓપરેશન દરમિયાન પોલીસે જુદા જુદા સ્થળોએથી લગભગ 20 નક્સલવાદીઓની (Naxal Encounter) ધરપકડ કરી હતી. નક્સલવાદીઓ પાસેથી 3 ઇન્સાસ રાઇફલ, 4 SLR રાઇફલ, એક 303 રાઇફલ અને 8 એમએમ રાઇફલો સહિત ઘણા હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ દર્શાવે છે કે છત્તીસગઢ (Chhattisgarh)માં નક્સલવાદ વિરોધી અભિયાન વધુ તેજ બન્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.