ચારધામ યાત્રા 2026: બદ્રી-કેદારમાં પૂજા મોંઘી થશે
બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વિશેષ પૂજાના દરોમાં વધારો કરવાની મંદિર સમિતિ દ્વારા તૈયારી

બદ્રીનાથ કેદારનાથ ધામ

બદ્રીનાથ કેદારનાથ ધામ
ઉત્તરાખંડમાં આગામી ચારધામ યાત્રા શરુ થાય તે પહેલા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં આયોજિત થતી વિવિધ વિશેષ પૂજાઓ માટેની ફીમાં વધારો કરવાની હિલચાલ તેજ બની છે. બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લાગવાની શક્યતા છે.
BKTC ની આગામી બેઠકમાં લેવાશે નિર્ણય :
બદ્રી-કેદાર મંદિર સમિતિ દ્વારા ખાસ પૂજાઓના ભાવ સુધારવા માટે એક વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને આગામી બોર્ડ મીટિંગમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. સમિતિના સભ્યો આ પ્રસ્તાવના તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ જ ભાવ વધારા અંગેનો આખરી નિર્ણય લેશે. જો આ પ્રસ્તાવ પસાર થશે, તો ચાલુ વર્ષની યાત્રાથી જ નવા દરો લાગુ થઈ શકે છે.
સામાન્ય દર્શન માટે કોઈ ચાર્જ નહીં :
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, બદ્રીનાથ અને કેદારનાથમાં સામાન્ય દર્શન માટે ભક્તોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. જે ભક્તો ભગવાનના દર્શન કરવા લાઈનમાં ઉભા રહે છે, તેમના માટે વ્યવસ્થા અગાઉની જેમ જ નિ:શુલ્ક રહેશે. માત્ર જે શ્રદ્ધાળુઓ પોતાના નામે વિશેષ અભિષેક કે પાઠ કરાવવા માંગતા હોય, તેમણે જ નિર્ધારિત ફી ચૂકવવી પડશે.
વર્તમાન પૂજા દરો પર એક નજર :
હાલમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં વિવિધ પૂજાઓ માટે નીચે મુજબના દરો અમલમાં છે:
કેદારનાથ ધામની વર્તમાન ફી:
રુદ્રાભિષેક પૂજા: ₹7,200 (પાંચ શ્રદ્ધાળુઓ માટે)
અભિષેક પૂજા: ₹9,500
લઘુ રુદ્રાભિષેક: ₹6,100
ષોડશોપચાર પૂજા: ₹5,500
અષ્ટોપચાર પૂજા: ₹950 (પાંચ શ્રદ્ધાળુઓ માટે)
સંપૂર્ણ દિવસની પૂજા: ₹28,600
બદ્રીનાથ ધામની વર્તમાન ફી:
મહાભિષેક પૂજા: ₹4,700 (પ્રતિ વ્યક્તિ)
અભિષેક પૂજા: ₹4,500
સંપૂર્ણ દિવસની પૂજા: ₹12,000
શ્રીમદ્ ભાગવત પાઠ: ₹51,000
યાત્રાનો પ્રારંભ અને મંદિર ખુલવાની તારીખો :
વર્ષ 2026 ની ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ 19 એપ્રિલથી થઈ રહ્યો છે. પરંપરા મુજબ સૌથી પહેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલશે ત્યારબાદ અન્ય બે મુખ્ય ધામોના દ્વાર નીચે મુજબ ખુલશે:
કેદારનાથ ધામ: 22 એપ્રિલ
બદ્રીનાથ ધામ: 24 એપ્રિલ
યાત્રાના પ્રારંભ પૂર્વે જ મંદિર સમિતિ વહીવટી અને નાણાકીય પાસાઓને આખરી ઓપ આપી રહી છે, જેથી આવનારા લાખો ભક્તોને કોઈ અગવડ ન પડે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ