ચારધામ યાત્રા 2026: ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરશો?
આજથી ઓનલાઇન અને 17 એપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરુ; આધાર કાર્ડ ફરજિયાત

ચારધામ યાત્રા 2026

ચારધામ યાત્રા 2026
હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી ઉત્તરાખંડની ચારધામ યાત્રા 2026 માટે આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વર્ષે 19 એપ્રિલથી અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે યાત્રા શરૂ થશે.
કયા ધામના કપાટ ક્યારે ખૂલશે?
ઉત્તરાખંડ સરકારની યાદી મુજબ ચારધામના કપાટ ખૂલવાની તારીખો નીચે મુજબ છે:
યમુનોત્રી અને ગંગોત્રી: 19 એપ્રિલ, 2026
કેદારનાથ ધામ: 22 એપ્રિલ, 2026
બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ, 2026
શ્રી હેમકુંડ સાહિબના કપાટ ખૂલવાની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
ક્યાં અને કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન? શ્રદ્ધાળુઓ નીચે મુજબના માધ્યમોથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે:
વેબસાઇટ: registrationandtouristcare.uk.gov.in પર જઈને નોંધણી કરાવી શકાય છે.
મોબાઇલ એપ: 'Tourist Care Uttarakhand' નામની એપ ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન શક્ય છે.
ઓફલાઇન સુવિધા: જેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી કરી શકતા તેમના માટે 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂનમાં રજીસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવશે.
ભારતીય શ્રદ્ધાળુઓ માટે આધાર કાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. જો કોઈ પાસે આધાર કાર્ડ ન હોય, તો તેઓ ઓફલાઇન કાઉન્ટર પર જઈ અન્ય ઓળખપત્ર બતાવી નોંધણી કરાવી શકશે. વિદેશી શ્રદ્ધાળુઓ માટે ઈ-મેલ આઈડીની સુવિધા આપવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર:
યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલી કે માહિતી માટે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 0135-1364 જારી કરવામાં આવ્યો છે.
ધાર્મિક માન્યતા મુજબ ચારધામ યાત્રાનો પ્રારંભ યમુનોત્રીથી કરવો જોઈએ. યમુના નદીમાં સ્નાન કરવાથી મૃત્યુના ભયથી મુક્તિ મળે છે અને યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવો અંદાજ છે, જેને પગલે સરકારે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ