ચંદ્રશેખર આઝાદ: આત્મસમર્પણ અને સંકલ્પની મિસાલ
ચંદ્રશેખર આઝાદે આત્મસમર્પણ અને ક્રાંતિથી ભારતીયો માટે દેશભક્તિનું અમર ઉદાહરણ પૂરું પાડ્યું

ચંદ્રશેખર આઝાદ

ચંદ્રશેખર આઝાદ
23 જુલાઈ 1906ના રોજ મધ્ય પ્રદેશના ભાબરા ગામમાં જન્મેલા ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદી સંગ્રામના એવા મહાનાયકોમાંથી એક હતા, જેમના નામ સાથે જ દેશભક્તિ અને બલિદાનનો ભાવ ઉદ્ભવ થાય છે. તેમણે પોતાના ટૂંકા જીવનમાં એવી જ્વાળા પ્રજ્વલિત કરી કે, જે આજે પણ દરેક ભારતીયના હૃદયમાં સ્ફુરે છે.
તેમનું બાળપણ સામાન્ય હતું, પરંતુ દેશપ્રેમની લાગણી બાળવયથી જ તેમની અંદર હતી. 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડથી તેમને જીવનની નવી દિશા મળી. માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે અસહયોગ આંદોલનમાં ભાગ લીધો અને પ્રથમવાર ધરપકડનો સામનો કર્યો. જ્યારે વકીલે તેમનું નામ પૂછ્યું ત્યારે તેમણે ગર્વથી જવાબ આપ્યો: "આઝાદ" - ત્યારથી તેઓ 'ચંદ્રશેખર આઝાદ' તરીકે જાણીતા બન્યા.
આઝાદે હિંદુસ્તાન સોસિયલિસ્ટ રીપબ્લિકન આર્મી (HSRA)ની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ સાથે મળીને તેમણે અંગ્રેજ શાસન વિરુદ્ધ સશસ્ત્ર વિપ્લવ શરૂ કર્યો. 1925ના કાકોરી કાંડમાં તેમની સંડોવણીથી તેઓ અંગ્રેજોની નજરમાં ખલનાયક બની ગયા. આ ઘટનામાં વિપ્લવકારીઓએ સરકારી ખજાનો લૂંટીને હથિયારો માટે નાણાં એકઠાં કર્યા હતા, જે આઝાદી માટેના સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભાગ બન્યા.
ચંદ્રશેખર આઝાદની સૌથી મોટી ખાસિયત તેમની નિર્ભયતા હતી. તેઓ વારંવાર કહેતા કે, દુશ્મનની ગોળીથી હું ક્યારેય નહિ મરું. અને આ વાક્ય 1931માં તેમની અંતિમ ક્ષણોમાં પણ સાચું સાબિત થયું. 27 ફેબ્રુઆરીના રોજ આલ્ફ્રેડ પાર્ક (ઇલાહાબાદ)માં પોલીસ દ્વારા ઘેરાયા બાદ તેમણે અંતિમ ગોળી સુધી લડી અને છેલ્લે પોતાને જ ગોળી મારીને જીવંત પકડાવાની શક્યતા ખતમ કરી દીધી. આ ઘટના ભારતના ઈતિહાસમાં તેમના શૂરવીર સંકલ્પની યાદગીરી બની ગઈ.
આઝાદ માત્ર એક ક્રાંતિકારી નહિ પરંતુ ઉદ્દીપક નેતા પણ હતા. તેમણે યુવાનોને સંઘટિત કર્યા અને આઝાદી માટે લડવાની પ્રેરણા આપી. તેમની સાદગી, શિસ્ત અને દેશ માટેના સમર્પણ આજના યુવાનો માટે માર્ગદર્શન રૂપ છે.
તેમને દૃઢવિશ્વાસ હતો કે, આઝાદી માંગવાની નથી, તેને લૂંટવી પડે છે. તેમની આ વિચારધારા આજે પણ આપણને આત્મનિર્ભરતા અને સાહસના પાઠ ભણાવે છે. જ્યારે આપણે આજે આઝાદ હવાને માણીએ છીએ, ત્યારે ચંદ્રશેખર આઝાદ જેવા વીરોનું બલિદાન યાદ રાખવું જરૂરી છે. તેમની વાર્તા માત્ર ઈતિહાસના પાને નહિ, પણ દરેક ભારતીયોના હૃદયમાં દેશપ્રેમની જ્વાળા જગાવતી અમૂલ્ય વારસો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...