ચૈત્ર નવરાત્રી 2026: જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
હિન્દુ નવવર્ષનો પ્રારંભ; 19 માર્ચે સવારે 06:26 થી શરૂ થશે ઘટસ્થાપન

ચૈત્ર નવરાત્રી 2083: હિન્દુ નવવર્ષનો પ્રારંભ

ચૈત્ર નવરાત્રી 2083: હિન્દુ નવવર્ષનો પ્રારંભ
આદ્યશક્તિની આરાધનાનું પર્વ 'ચૈત્ર નવરાત્રી' આ વર્ષે 19 માર્ચ 2026, ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે. આ જ દિવસથી હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત 2083નો પણ શુભારંભ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વખતે માતાજી પાલખી પર બિરાજમાન થઈને આવી રહ્યા છે, જે ભક્તોના જીવનમાં ખુશહાલી અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે.
ઘટસ્થાપન (કલશ સ્થાપના)ના શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ મુજબ, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 18 માર્ચના રોજ રાત્રે 08:14 વાગ્યે શરૂ થશે અને 19 માર્ચના રોજ રાત્રે 09:04 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ મુજબ નવરાત્રીનો પ્રારંભ 19 માર્ચે જ ગણાશે.
સવારનું શુભ મુહૂર્ત: 06:26 AM થી 07:58 AM સુધી.
અભિજિત મુહૂર્ત: 12:05 PM થી 12:53 PM સુધી.
ખરમાસ અને નવરાત્રીનો સંયોગ
આ વર્ષે નવરાત્રી ખરમાસ દરમિયાન આવી રહી છે. સામાન્ય રીતે ખરમાસમાં લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત હોય છે, પરંતુ દેવીની ઉપાસના માટે આ સમય અત્યંત ફળદાયી માનવામાં આવે છે. નવરાત્રી પોતે જ એક સિદ્ધ કાળ હોવાથી તેના પર ખરમાસની કોઈ નકારાત્મક અસર પડતી નથી. ખરમાસની અસર દૂર કરવા પૂજાની શરૂઆતમાં ગણપતિ દાદાનું ધ્યાન ધરી સૂર્યદેવને અર્ધ્ય આપવાની સલાહ આપવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી 2026 નું કેલેન્ડર
19 માર્ચ: માં શૈલપુત્રી પૂજા (ઘટસ્થાપન)
20 માર્ચ: માં બ્રહ્મચારિણી પૂજા
21 માર્ચ: માં ચંદ્રઘંટા પૂજા
22 માર્ચ: માં કૂષ્માંડા પૂજા
23 માર્ચ: માં સ્કંદમાતા પૂજા
24 માર્ચ: માં કાત્યાયની પૂજા
25 માર્ચ: માં કાલરાત્રિ પૂજા
26 માર્ચ: માં મહાગૌરી (દુર્ગા અષ્ટમી)
27 માર્ચ: માં સિદ્ધિદાત્રી (રામ નવમી)
પૂજા માટે જરૂરી સામગ્રી
કલશ સ્થાપના માટે માટીનો ઘડો, જવ, ગંગાજળ, આસોપાલવ કે આંબાના પાન, નારિયેળ, લાલ કપડું, કંકુ, અક્ષત અને સોળ શણગારની વસ્તુઓ તૈયાર રાખવી જોઈએ. નવરાત્રી દરમિયાન ડુંગળી, લસણ કે માંસાહારનો ત્યાગ કરવો અને સાત્વિક જીવન જીવવું અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ