હોટલમાં LPG ચાર્જ લેવો હવે ગેરકાયદેસર
કેન્દ્ર સરકારની સૂચના: મેનૂ ભાવમાં જ સામેલ કરવા પડશે તમામ ખર્ચ; વધારાનો ફી વસૂલવી ગેરકાયદે

મેનુ બિલ પર વધારાનો ચાર્જ વસૂલવો અમાન્ય

મેનુ બિલ પર વધારાનો ચાર્જ વસૂલવો અમાન્ય
દેશમાં ચાલી રહેલી એલપીજી કટોકટી વચ્ચે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પાસેથી 'LPG ચાર્જ' અથવા 'ફ્યુઅલ રિકવરી કોસ્ટ'ના નામે વધારાના પૈસા વસૂલી રહી છે. આ બાબતે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હોટલ-રેસ્ટોરન્ટ્સે તેમના તમામ ઓપરેશનલ ખર્ચ મેનૂમાં આપેલી કિંમતોમાં જ સામેલ કરવા પડશે. બિલમાં અલગથી કોઈ પણ ચાર્જ ઉમેરવો એ નિયમોનું ઉલ્લંઘન ગણાશે.
લીંબુ શરબત પર 'ગેસ ક્રાઈસીસ ચાર્જ'!
તાજેતરમાં બેંગલુરુના 'થિયો કેફે' (Theo Cafe)નો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગ્રાહક પાસેથી ₹358 ના લીંબુ શરબતના બિલ પર 5% એટલે કે ₹17.01 નો 'ગેસ ક્રાઈસીસ ચાર્જ' વસૂલવામાં આવ્યો હતો. આ પ્રકારના વિચિત્ર ચાર્જિસ વસૂલીને હોટલો અગાઉના પ્રતિબંધિત 'સર્વિસ ચાર્જ'ને નવા નામે વસૂલવાનો પ્રયાસ કરી રહી હોવાનું CCPA ની તપાસમાં બહાર આવ્યું છે.

જો બિલમાં વધારાનો ચાર્જ હોય તો શું કરવું?
CCPA મુજબ, જો કોઈ હોટલ મેનેજમેન્ટ LPG ચાર્જ કે ફ્યુઅલ ચાર્જ વસૂલે, તો પહેલા તેને હટાવવા માટે કહો. જો તેઓ ના પાડે તો તમે નીચે મુજબ ફરિયાદ કરી શકો છો:
હેલ્પલાઇન નંબર: નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરો.
મોબાઈલ એપ: NCH એપ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધાવો.
ઈ-જાગૃતિ પોર્ટલ: ગ્રાહક આયોગમાં ફરિયાદ માટે e-Jagriti પોર્ટલનો ઉપયોગ કરો.
કલેક્ટરને ફરિયાદ: જિલ્લા કલેક્ટર અથવા સીધા CCPA ને લેખિત ફરિયાદ સબમિટ કરી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ