કેન્દ્રનો નિર્ણય: PM E-DRIVE યોજના હવે 2028 સુધી
EV એડોપ્શન વધારવા કેન્દ્રનો માસ્ટરસ્ટ્રોક; માર્ચ 2028 સુધી મળશે લાભ, જાણો કોને થશે ફાયદો

PM E-DRIVE યોજના હવે 2028 સુધી

PM E-DRIVE યોજના હવે 2028 સુધી
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી 'PM E-DRIVE' યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક તણાવ અને મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે ઈધણ આયાતમાં જોવા મળતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પણ આ તારીખ લંબાવવામાં આવી હોઈ શકે.
ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજૂ શ્રીનિવાસ વર્માએ લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે, હવે આ યોજના 31 માર્ચ, 2028 સુધી અમલમાં રહેશે.
કેમ લંબાવવામાં આવી મુદત?
એપ્રિલ 2024 માં શરૂ થયેલી આ યોજના હેઠળ ફંડનો વપરાશ અપેક્ષા કરતા ધીમો રહ્યો છે. કુલ ₹10,900 કરોડના ફાળવવામાં આવેલા બજેટમાંથી 19 માર્ચ સુધીમાં માત્ર ₹2,017 કરોડનો જ ખર્ચ થયો છે.
મંત્રીના જણાવ્યા મુજબ, તબક્કાવાર અમલીકરણ અને અમુક EV સેગમેન્ટની ઓછી તૈયારીને કારણે ફંડનો ઉપયોગ ઓછો થયો છે, જેને પગલે સરકારે મુદત વધારવાનો નિર્ણય લીધો છે.
ખર્ચના આંકડા પર એક નજર:
ટુ-વ્હીલર (e-2W): ₹1,260 કરોડની માંગ પ્રોત્સાહન પેટે ફાળવણી થઈ.
થ્રી-વ્હીલર (e-3W): ₹731 કરોડનો ખર્ચ થયો.
ઇ-એમ્બ્યુલન્સ અને ઇ-ટ્રક: આ સેગમેન્ટ માટે ₹1,000 કરોડની જોગવાઈ હોવા છતાં હજુ સુધી કોઈ ફંડ વપરાયું નથી.
ચાર્જિંગ સ્ટેશન્સ: યોજના હેઠળ હજુ સુધી એક પણ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું નથી, જેના માટે ₹2,000 કરોડનું બજેટ ફાળવેલું છે.
PM E-DRIVE યોજનાનો મુખ્ય હેતુ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશમાં ઝડપ લાવવી અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ચાર્જિંગ સ્ટેશન્સ ઉભા કરવાનો છે. આ યોજના અંતર્ગત ઇ-બસ માટે ₹4,391 કરોડ અને ટેસ્ટિંગ એજન્સીઓના અપગ્રેડેશન માટે ₹780 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને નવા EV ખરીદનારા ગ્રાહકોને મોટી રાહત મળશે, કારણ કે સબસિડીનો લાભ હવે લાંબા સમય સુધી મળતો રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ