CBSE ધોરણ 12નું પરિણામ 2025 જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ, આ લિંક પરથી કરો ચેક
પરિણામ તપાસવા માટેની લિંક: [ cbseresults.nic.in ]

CBSE ધોરણ 12નું પરિણામ 2025 જાહેર

CBSE ધોરણ 12નું પરિણામ 2025 જાહેર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા આજે, 13 મે, 2025 ના રોજ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરીક્ષામાં કુલ 88.39 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે.
ગત વર્ષે બોર્ડે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે 16,92,794 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાંથી 14,96,307 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે છોકરીઓનું પાસ થવાનું પ્રમાણ 91.64 ટકા રહ્યું છે, જ્યારે છોકરાઓનું પ્રમાણ 85.70 ટકા અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું પ્રમાણ 100 ટકા રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ સારું આવ્યું છે. છોકરીઓનું પાસ થવાનું પ્રમાણ છોકરાઓ કરતાં 5.94 ટકા વધારે છે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને અથવા નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને ચકાસી શકે છે:
પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ તેમનો શાળા નંબર, રોલ નંબર, એડમિટ કાર્ડ આઈડી અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ ડિજિટલ લોકર અને ઉમંગ એપ દ્વારા પણ પરિણામ ચકાસી શકે છે. SMS દ્વારા પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમના મેસેજિંગ એપમાં cbse12 ટાઈપ કરીને 7738299899 પર મોકલવાનું રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.