ઝારખંડમાં ટ્રક સાથે બસ અથડાઈ
18 કાંવડિયાઓના મોત, ડ્રાઇવર સીટ સાથે રસ્તા પર પટકાયો; બધા જ મૃતક ગયાજીના રહેવાસી

દેવઘરથી 18 કિમી પહેલા કાંવડિયાઓથી ભરેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.

દેવઘરથી 18 કિમી પહેલા કાંવડિયાઓથી ભરેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.
દેવઘર, ઝારખંડ: શ્રાવણ મહિનામાં આસ્થાના પર્વ વચ્ચે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. મંગળવારે વહેલી સવારે ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક હેઠળના જામુનિયા ચોક પાસે નવાપુરા ગામમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 18 કાંવડિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુર્ઘટના અને મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ અકસ્માત મંગળવારે સવારે 5 વાગ્યે બન્યો હતો. દેવઘરથી બાસુકીનાથ જઈ રહેલી આ બસમાં 40 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. દેવઘરથી લગભગ 18 કિલોમીટર દૂર, સામેથી આવી રહેલા સિલિન્ડર ભરેલા ટ્રક સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. યાત્રાળુઓની બેગ અને સામાન વેરવિખેર પડ્યો હતો, અને કાટમાળમાં હજુ પણ કેટલાક મૃતદેહો ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
ડ્રાઈવરને ઝોકું આવતા દુર્ઘટનાપોલીસના પ્રાથમિક તારણ મુજબ, બસ ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર સીટ સાથે જ રસ્તા પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બસમાં સવાર એક મુસાફર, મોતીહારીના સુરેન્દ્ર યાદવે જણાવ્યું કે, "બસ સવારે 5 વાગ્યે દેવઘરથી આવી રહી હતી અને એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ."
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ડ્રાઈવર વિના પણ બસ લગભગ 100 મીટર સુધી દોડતી રહી અને ઇંટોના ઢગલા સાથે અથડાયા પછી જ અટકી હતી.
રાહત અને બચાવ કાર્ય, મૃત્યુઆંક વધવાની આશંકાઅકસ્માત બાદ ઘટનાસ્થળે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં બૂમો અને ચીસોનો માહોલ હતો. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ઘાયલ યાત્રાળુઓને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું અને મોહનપુર પોલીસ સ્ટેશનને જાણ કરી. અકસ્માતની માહિતી મળતા જ એસપી, થાણેદાર સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેવઘર સદર હોસ્પિટલથી પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, કાટમાળમાં ફસાયેલા મૃતદેહો અને ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. તમામ મૃતકો બિહારના ગયાજીના માસૂમગંજના હોવાનું કહેવાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...