ઉત્તરાખંડમાં ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ પલટી, 3 ગંભીર ઈજાગ્રસ્ત, 15ને નાની-મોટી ઈજા
કેદારનાથ યાત્રા પર નીકળેલી ગુજરાતની બસ ઉત્તરાખંડના ટિહરી નજીક પલટી, 3 લોકોને પહોંચી ગંભીર ઈજા અને 15ને પહોંચી નાની-મોટી ઈજા.

કેદારનાથમાં અકસ્માત

કેદારનાથમાં અકસ્માત
ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી આશરે 1.5 કિમી આગળ ગુજરાતના શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી ગઈ. આ બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા, જેઓ કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસ સીધી રોડ પર પલટી ગઈ હતી.
આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત 15 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસના તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને NDRF સહિત રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, "માણનીય મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અને જરૂર પડે ત્યારે ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તમામ ઈજાગ્રસ્તોના ઝડપી આરોગ્યલાભ માટે ભગવાનને પ્રાર્થના કરી છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.