બજેટ 2026: કેન્સરની દવાઓ સસ્તી થશે, 2.5 લાખ નોકરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે હેલ્થ સેક્ટર માટે કરી મોટી જાહેરાતો

બજેટ 2026 આરોગ્ય ક્ષેત્ર

બજેટ 2026 આરોગ્ય ક્ષેત્ર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું સતત 9મું બજેટ રજૂ કરતા દેશના આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અનેક કલ્યાણકારી જોગવાઈઓ કરી છે. આ બજેટમાં ખાસ કરીને કેન્સરના દર્દીઓને રાહત આપવાની સાથે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્સર અને ગંભીર રોગોની સારવાર હવે વધુ સસ્તી :
સરકારે કેન્સરના દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે 17 જેટલી જીવનરક્ષક કેન્સરની દવાઓ પર લેવામાં આવતી બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 7 દુર્લભ ગંભીર રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરાતા સામાન્ય માનવી માટે મોંઘી સારવાર સુલભ બનશે.
બાયો-ફાર્મા શક્તિ: ભારત બનશે ગ્લોબલ ફાર્મા હબ :
દેશમાં જ દવાઓનું ઉત્પાદન વધારવા માટે ₹10,000 કરોડના રોકાણ સાથે બાયો-ફાર્મા શક્તિ યોજના શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ કેન્સર અને ડાયાબિટીસ જેવી દવાઓનું ભારતમાં ઉત્પાદન વધારવામાં આવશે. દેશમાં 3 નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાશે અને જૂની 7 સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.
આરોગ્ય ક્ષેત્રે રોજગારનો મહાકુંભ :
આગામી પાંચ વર્ષમાં હેલ્થ સેક્ટરમાં અંદાજે 2.5 લાખ જેટલી નવી નોકરીઓનું સર્જન થશે. જેમાં 1 લાખ સહાયક આરોગ્ય કાર્યકરો અને 1.5 લાખ કેર-ગિવર્સને તૈયાર કરવાનું લક્ષ્ય છે. આનાથી યુવાનોને રોજગારી મળવાની સાથે વૃદ્ધોની સંભાળ લેવાનું માળખું વધુ મજબૂત બનશે.
મેડિકલ ટુરિઝમ અને આયુર્વેદ પર ભાર :
દેશમાં 5 નવા મેડિકલ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે. આયુર્વેદ ક્ષેત્રે દેશમાં 3 નવી 'અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ' સ્થપાશે. જામનગર સ્થિત WHO ગ્લોબલ સેન્ટરની મદદથી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધારવામાં આવશે.
માનસિક સ્વાસ્થ્ય અને કટોકટી સેવાઓ :
ઉત્તર ભારતમાં એક નવી રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થા (NIMHANS-2) ની સ્થાપના કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી અને ટ્રોમા કેરની ક્ષમતામાં 50 ટકાનો વધારો કરવાની મહત્વની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની