Pahalgam Terror Attack બાદ ભારત સરકારનો પાકિસ્તાન સામે આકરો નિર્ણય!, સીમા હૈદરનું શું થશે?
પાકિસ્તાનથી પ્રેમ માટે ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું...!

પ્રેમની કોઈ સીમા નથી, પણ કાયદાની છે...

પ્રેમની કોઈ સીમા નથી, પણ કાયદાની છે...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. PM નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય સુરક્ષા સમિતિ (CCS) ની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય એ છે કે ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા તમામ વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ ઉપરાંત, સરકારે સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES)ને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. આ યોજના હેઠળ ભારતમાં પ્રવાસ કરી રહેલા પાકિસ્તાની વિઝા ધારકોને 48 કલાકની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને 1 લી મે સુધીમાં પાકિસ્તાન પરત ફરવા માટે જણાવવામાં આવ્યું છે.
ભારત સરકારના આ આકરા નિર્ણય બાદ સૌથી વધુ ચર્ચા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની થઇ રહી છે. સીમા હૈદર ભારતીય નાગરિક સચિન મીણાના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવી હતી અને અહીં તેણે સચિન સાથે લગ્ન પણ કરી લીધા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શું ભારત સરકારના આ નિર્ણય બાદ સીમા હૈદરને પણ તેના ચાર બાળકો સાથે પાકિસ્તાન પાછા ફરવું પડશે?
ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારત પહોંચી હતીઓ. તે સૌપ્રથમ ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાનના શાહજહાથી નેપાળ ગઈ હતી. નેપાળમાં થોડા દિવસો વિતાવ્યા બાદ તે કાઠમંડુથી દિલ્હી આવતી બસમાં સવાર થઈને તેના ચાર બાળકો સાથે ભારત પહોંચી ગઈ હતી. ભારતમાં આવ્યા બાદ સીમા હૈદરે સચિન મીણા સાથે લગ્ન કરી લીધા હતા અને ત્યારથી તે ભારતમાં જ રહે છે. ભૂતકાળમાં યુપી ATS દ્વારા સીમા અને સચિનની પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત સરકારના નવા નિર્ણય બાદ સીમા હૈદરને પાકિસ્તાન પાછા જવું પડશે? જણાવી દઈએ કે, સીમા હૈદર કોઈપણ માન્ય વિઝા કે પાસપોર્ટ વિના ભારત આવી હતી અને તેના કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. એક હકીકત એ પણ છે કે સીમા હૈદરે ભારતીય નાગરિક સચિન મીણા સાથે લગ્ન કરી લીધા છે. આવી પરિસ્થિતિમાં, જો ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે સીમા હૈદર વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરે છે, તો તેને કોઈપણ વિઝા કે પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ સજા પણ થઇ શકે છે અથવા તો તેણે પાછી પણ મોકલી શકાય છે. જો કે, સીમા હૈદર ભારતીય નાગરિકતા મેળવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂકી છે.
હાલની પરિસ્થિતિ જોતા, સીમા હૈદરનું ભવિષ્ય અનિશ્ચિત જણાય છે. ભારત સરકારના આકરા નિર્ણયની સીધી અસર તેના પર પડી શકે છે. કાયદાકીય પ્રક્રિયા અને સરકારના અંતિમ નિર્ણય પર જ એ નક્કી થશે કે સીમા હૈદર ભારતમાં રહેશે કે પાકિસ્તાન પાછી જશે. આ ઘટનાએ પ્રેમ અને કાયદાની એક જટિલ પરિસ્થિતિ ઊભી કરી છે, જેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.