ઓડિસાના રાજગંગાપર સ્થિત દાલમિયા સિમેન્ટ પ્લાન્ટમાં બોયલર ફાટ્યું
6થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે 2 મજૂર દટાયા હતા, જેમનું બચાવ કાર્ય શરુ કરાયું

6થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે 2 મજૂર દટાયા હતા, જેમનું બચાવ કાર્ય શરુ કરાયું

6થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે 2 મજૂર દટાયા હતા, જેમનું બચાવ કાર્ય શરુ કરાયું
ગુરુવારે સાંજે ઓડિશામાં એક સિમેન્ટ ફેક્ટરીમાં એક મોટી દુર્ઘટના બની છે. સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં સ્થિત દાલમિયા સિમેન્ટ ફેક્ટરીની અંદર અચાનક બોયલર ફાટ્યું હતું જેથી કોલસાનું હોપર તૂટી પડ્યું. જેથી 6થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે 2 મજૂર દટાયા હતા, જેમનું બચાવ કાર્ય શરુ કરાયું હતું.
આ અકસ્માત દાલમિયા સિમેન્ટ ફેક્ટરીમાં થયો હતો. ફાયર વિભાગથી લઈને બચાવ ટીમો સ્થળ પર પહોંચ્યા છે. કાટમાળ દૂર કરવા અને બચાવ કાર્યકરો માટે અર્થમુવર અને અન્ય મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે 12 થી વધુ કામદારો ફેક્ટરી પાસે કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાટમાળ હટાવવામાં મદદ કરી.
રાજગંગપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એમ. પ્રધાને જણાવ્યું હતું કે, "લોખંડનું એક મોટું માળખું 'કોલસા હોપર' અચાનક નીચે પડી ગયું. અમે હાલમાં ઘટનાસ્થળે છીએ. ક્રેનની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.
આ અકસ્માત બાદ ફેક્ટરીના મુખ્ય દરવાજા પર ઘણા બધા કામદારો એકઠા થઈ ગયા છે. આ અકસ્માત અંગે કામદારોમાં ભારે રોષ છે. કામદારોનો આરોપ છે કે આ અકસ્માત ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારીને કારણે થયો છે. કામદારોનું કહેવું છે કે તેમણે ફેક્ટરીમાં સલામતીના ધોરણો તરફ ઘણી વખત મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું હતું. કોલસાના હોપરનું નિરીક્ષણ કરવા માટે મેનેજમેન્ટને પણ વિનંતી કરવામાં આવી હતી પરંતુ આ વિનંતીઓને અવગણવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!