જયપુરમાં બિટકોઈનના નામે છેતરપિંડી: ₹10 કરોડની ઠગાઈ
રોકાણ પર 16% માસિક નફાની લાલચ આપી સાયબર ક્રિમિનલ્સે આચર્યું કૌભાંડબેંગલોરથી ઓપરેટ થતું હતુ

જયપુરમાં બિટકોઈનના નામે છેતરપિંડી

જયપુરમાં બિટકોઈનના નામે છેતરપિંડી
જયપુરની શ્યામ નગર પોલીસ અને સાયબર સેલે સંયુક્ત કાર્યવાહી કરી સોમવારે સાયબર છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ગુનેગારો લોકોને મલેશિયામાં સ્થિત માઇનિંગ સર્વર રૂમના વીડિયો બતાવીને બિટકોઈન રોકાણ પર દર મહિને 16% જેટલો જંગી નફો આપવાની લાલચ આપતા હતા.
કેવી રીતે કરતા હતા છેતરપિંડી?
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અવિનાશ શર્મા (29), જીતેન્દ્ર સિંહ (46) અને ચમન સિંહ (52)ની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી 'bitmine.world' નામની નકલી ઇન્ટરનેશનલ કંપની ચલાવતી હતી અને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) પ્લાન દ્વારા લોકોને જોડતી હતી. નવા સભ્યોને જોડવા પર તેઓ 5 USDT (ક્રિપ્ટો કરન્સી) નું રેફરલ બોનસ પણ આપતા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અવિનાશ શર્મા છે, જે બેંગલોર સ્થિત યુનુસ ખાન અને દિનેશ પારાશર સાથે મળીને આ નેટવર્ક ચલાવતો હતો.
અવિનાશ રોકડ રકમ એકઠી કરી તેને USDTમાં ફેરવીને મલેશિયા મોકલતો હતો. તેના બે આઈડી પરથી અંદાજે 1.98 કરોડ ડોલરની લેવડદેવડ થઈ હોવાનું પણ ખુલ્યું છે.
પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલમાં 10 જેટલા ATM કાર્ડ્સ, 37 મલેશિયન કરન્સી (રિંગિટ), 40 UAE દીરહામ ઉપરાંત 1 લેપટોપ સહીત 4 મોબાઈલ અને 1 નોટો ગણવાનું કરન્સી કાઉન્ટિંગ મશીન પણ મળી આવેલ છે.
પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ ગેંગ સામે વિવિધ રાજ્યોમાં 7 સાયબર ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે લોકોને આવી કોઈ પણ લલચામણી સ્કીમથી દૂર રહેવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ