1 નવેમ્બરથી બેન્કના ખાતામાં ઉમેરી શકાશે 4 નોમિની
1 નવેમ્બરથી બેન્ક ખાતાના નિયમોમાં મોટો ફેરફાર થયા, જેમાં ખાતાધારક 4 નોમિનીના નામ ઉમરી શકશે

બેન્કના ખાતામાં નોમિનીમાં વધારો

બેન્કના ખાતામાં નોમિનીમાં વધારો
બેન્કિંગ વ્યવસ્થામાં પારદર્શિતા અને સરળતા લાવવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે ગુરુવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 નવેમ્બરથી બેન્ક ખાતા અને નોમિનેશન સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર અમલમાં આવી રહ્યો છે. આ નવા નિયમ હેઠળ, હવે દરેક ખાતાધારકને પોતાના બેન્ક ખાતામાં એકસાથે 4 નોમિનીના નામ ઉમેરવાની છૂટ મળશે. આ નિર્ણય ખાસ કરીને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યો છે.
ખાતાધારક પાસે 4 નોમિનીની પસંદગીનો વિકલ્પ
આ નવા નિયમ હેઠળ, ખાતાધારક પાસે 4 નોમિનીની પસંદગી એકસાથે અથવા ક્રમબદ્ધ રીતે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. 'ક્રમિક નોમિની'નો અર્થ એ છે કે, પહેલા નોમિનીના મૃત્યુ અથવા ક્લેમ ન કરી શકવાની સ્થિતિમાં, ક્રમશઃ બીજો, ત્રીજો અને ચોથો નોમિની ક્લેમ માટે હકદાર બનશે. વધુમાં, ખાતાધારકને પોતાની અનુકૂળતા મુજબ, તમામ નોમિની વચ્ચે રકમનો હિસ્સો (કુલ 100%) નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.
બેન્કિંગ કંપનીને નોટિફાય કરશે
બેન્ક ખાતામાં નોમિની ઉમેરવાનો આ મોટો ફેરફાર બેન્કિંગ કાયદા અધિનિયમ, 2025 હેઠળ કરવામાં આવ્યો છે, જેને 15 એપ્રિલ, 2025ના રોજ નોટિફાય કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ RBI અધિનિયમ, 1934 અને બેન્કિંગ વિનિયમન અધિનિયમ, 1949 સહિતના મુખ્ય નાણાકીય કાયદાઓમાં કુલ 19 સંશોધનો લાવે છે. આ સુધારાઓને લાગુ કરવા માટે, નાણાં મંત્રાલય ટૂંક સમયમાં બેન્કિંગ કંપની નિયમ, 2025ને નોટિફાય કરશે.
આ પણ વાંચો: બેદરકાર ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ મુસીબત બની શકે
'ક્રમિક નોમિનેશન'ની જ મંજૂરી
નોંધનીય છે કે, લોકર નોમિનેશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરમાં રાખેલા સામાન માટે માત્ર 'ક્રમિક નોમિનેશન'ની જ મંજૂરી આપવામાં આવશે. આનો અર્થ એ છે કે, ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં, નિર્દિષ્ટ ક્રમમાં જ નોમિની દ્વારા લોકરના સામાન પર દાવો કરી શકાશે.
સહકારી બેન્કમાં ડિરેક્ટર્સનો કાર્યકાળ 10 વર્ષ કર્યો
નોમિનીના નિયમો ઉપરાંત, 1 નવેમ્બરથી બેન્કિંગ સેક્ટરમાં અન્ય મહત્વના ફેરફારો પણ લાગુ થવા જઈ રહ્યા છે. હવે પબ્લિક સેક્ટર બેન્કોને એવા શેર, વ્યાજ અને બોન્ડ રિડેમ્પશનની રકમો ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેનો કોઈ દાવેદાર નથી. વધુમાં, સહકારી બેન્કોમાં ડિરેક્ટર્સનો કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. સબસ્ટેન્શિયલ ઈન્ટરેસ્ટ લિમિટને પણ 1968 પછી પહેલીવાર 5 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ તમામ ફેરફારો દેશની બેન્કિંગ પ્રણાલીને આધુનિક અને ખાતાધારકલક્ષી બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...