એમેઝોનની મોટી જાહેરાત: ₹1000 નીચે ઝીરો કમિશન!
મીશો અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા એમેઝોનનો માસ્ટરસ્ટ્રોક; વેપારીઓની ફીમાં 70%ની થશે બચત

એમેઝોનની મોટી જાહેરાત

એમેઝોનની મોટી જાહેરાત
ભારતના ઈ-કોમર્સ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એમેઝોન ઇન્ડિયાએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કંપનીએ તેની 'ઝીરો રેફરલ ફી' યોજનાનો વ્યાપ વધારીને હવે ₹1,000થી ઓછી કિંમતની તમામ પ્રોડક્ટ્સને તેમાં આવરી લીધી છે.
આ નિર્ણયને કારણે 1,800 થી વધુ કેટેગરીની અંદાજે 12.5 કરોડ પ્રોડક્ટ્સ પર વેપારીઓએ એમેઝોનને કોઈ કમિશન ચૂકવવું પડશે નહીં
શું છે આ નવી યોજના?
16 માર્ચથી અમલમાં આવનારા આ ફેરફાર મુજબ, જે વિક્રેતાઓ ₹1,000થી ઓછી કિંમતની વસ્તુઓ વેચે છે, તેમની પાસેથી લેવામાં આવતી રેફરલ ફી (જે સામાન્ય રીતે 2% થી 16.5% હોય છે) નાબૂદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ₹300થી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ માટે 'ઇઝી શિપ' ફીમાં પણ 20%થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ પગલાથી વેપારીઓ તેમની કુલ સેલિંગ ફીમાં 70% સુધીની બચત કરી શકશે.
નાના શહેરોના વેપારીઓ પર નજર
એમેઝોન ઇન્ડિયાના ડાયરેક્ટર અમિત નંદાએ જણાવ્યું હતું કે, "આ પગલું ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોના નાના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો માટે એમેઝોન પર વેચાણ કરવાનું વધુ સરળ અને નફાકારક બનાવવા માટે લેવામાં આવ્યું છે."
અગાઉ જ્યારે ₹300 થી ઓછી કિંમતની વસ્તુઓ પર ફી માફ કરવામાં આવી હતી, ત્યારે નવા સેલર્સના રજીસ્ટ્રેશનમાં 50% નો ઉછાળો જોવા મળ્યો હતો.
ઈ-કોમર્સ માર્કેટમાં જંગ તેજ
ભારતમાં ઓનલાઇન શોપિંગના વધતા વ્યાપ વચ્ચે ફ્લિપકાર્ટ, એમેઝોન અને મીશો (Meesho) વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. મીશોએ 2021 માં સૌપ્રથમ 'ઝીરો કમિશન' મોડેલ રજૂ કર્યું હતું, જેણે તેને માર્કેટમાં ઝડપથી આગળ વધવામાં મદદ કરી હતી. હવે એમેઝોને પણ આ જ માર્ગ અપનાવીને નાના અને મધ્યમ કદના વેપારીઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
નિષ્ણાતોના મતે, 2030 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ $400 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે, અને આવી આક્રમક ઓફર્સ ગ્રાહકોને સસ્તી પ્રોડક્ટ્સ અને વેપારીઓને વધુ નફો અપાવવામાં મદદરૂપ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?

બે વર્ષ જૂનો ખાણકામનો વિવાદ અને પૂર્વ ધારાસભ્યનું મોત! ક્રશર પ્લાન્ટ પર એવું શું થયું કે મામલો હિંસક બન્યો?