

બનાસકાંઠા: પાલનપુરમાં અકસ્માતમાં 3 લોકોના મોત
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી
ધોલેરા એક્સપ્રેસ રોડ પર કારમાં આગ, મહિલા અને બાળકનું કરૂણ મોત
જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 13ના મોત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડીયા પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક રીક્ષા અને બસ વચ્ચે ખરોડિયા નજીક સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દશરથ બ્રિજ નીચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 46 વર્ષીય મહેશ ડાભી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા એક્સપ્રેસ રોડ પર ચાંદની હોટલ નજીક થયેલા અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર મહિલા અને બાળકનું દાઝી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને સમયસર બહાર કાઢી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
જાપાનમાં 7.1ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપ બાદ સતત બીજા દિવસે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ ટીમો સતત પ્રયાસ કરી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે.
Loading Comments...