

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાની બસને અકસ્માત
છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના હરિગણીવન નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બની ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 50 યાત્રાળુ સવાર હતા, જેમાંથી અકસ્માતમાં આશરે 30 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આર્મી, CRPF અને ITBPની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડામાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ અને 15 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ખેતી અને જળાશયો માટે રાહતરૂપ સ્થિતિ સર્જાઈ છે.
Loading Comments...