

વડોદરામાં માંજલપુર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન
રાજ્યસભામાં આજે પેપર લીક સંબંધિત બિલ રજૂ થશે
અજિંક્ય રહાણેએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
વહેલી સવારે અમદાવાદમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપે સતીષ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભીખા રબારીને ઉમેદવાર બનાવ્યા છે. બંને પક્ષોએ જીત માટે સંપૂર્ણ તાકાત લગાવી હોવાથી આ બેઠકની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે.
દેશમાં જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા અને પેપર લીક જેવી ઘટનાઓ પર કડક નિયંત્રણ લાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન (સંશોધન) વિધેયક-2026 આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ પર બપોરે 2 વાગ્યાથી લગભગ 7 કલાક સુધી મેરેથોન ચર્ચા થવાની સંભાવના છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના અનેક સાંસદો ચર્ચામાં ભાગ લેશે અને બિલ અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. નોંધનીય છે કે પેપર લીક સંબંધિત આ બિલ અગાઉ લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું છે અને હવે રાજ્યસભામાં તેની મંજૂરી પર સૌની નજર મંડાઈ છે.
અજિંક્ય રહાણેએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેએ 2011 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી છે.
અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદ મેઇનલેન્ડથી અંદાજે 29 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ હળવા આંચકાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી.
Loading Comments...