

હવામાન વિભાગ દ્વારા આગામી એક કલાક ભારે વરસાદની આગાહી, 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરાના ફતેગંજ બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો
નવસારી: ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ
સિક્કિમઃ ટનલ પર ભૂસ્ખલન દુર્ઘટનામાં 20 શ્રમિકોના મોત
સુરત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી એક કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. વિસ્તારમાં આકાશી આફત ત્રાટકવાની આશંકાને પગલે સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ ખાસ કરીને સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ પાંચેય જિલ્લાના રહીશોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત રાજસ્થાન ST ની અડફેટે ત્રણ આવ્યા વાહનો, વાહનોને નુક્સાન એક જ અઠવાડિયામાં બીજો અને છેલ્લા દિવસમાં ત્રીજો અકસ્માત અકસ્માતના પગલે ઇએમઇ સર્કલથી ફતેગંજ તરફના રસ્તા પર થયો હતો ટ્રાફિક જામ અકસ્માતમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં ફતેગંજ બ્રિજ અવારનવાર બની રહેલા અકસ્માતના બનાવો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે તંત્ર સામે રોષ ઠાલવતા વાહન ચાલકો
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં તેમજ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. બીલીમોરાની દેવસર વેંકટેશ્વર સોસાયટીમાં કમર સમા પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પાર્ક કરાયેલા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. વોટર લોગિંગના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહનો તેમજ અન્ય માલ-સામાનને પણ નુકસાન પહોંચ્યું છે.
સિક્કિમમાં ભારે વરસાદને કારણે ટનલ પ્રોજેક્ટ પર થયેલા ભયાનક ભૂસ્ખલનમાં 20 શ્રમિકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 20 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 5 શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. સતત વરસાદ અને ભારે કાટમાળને કારણે બચાવ ટીમોને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી એનડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે.
સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. તાપી નદીમાં ઉપરવાસમાંથી નવા નીર આવતાં કોઝવેની સપાટી 6.66 મીટર સુધી પહોંચી હતી અને કોઝવે ઓવરફ્લો થતાં તેના પરથી પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ, ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે ડેમની જળસપાટી વધીને 313.14 ફૂટ સુધી પહોંચી છે.
Loading Comments...