

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરી 2 વાગ્યા સુધી સ્થગિત.
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું
પેપર લીક વિરુદ્ધ કડક કાયદા તરફ કેન્દ્રનું પગલું, આજે સંસદમાં નવું બિલ રજૂ થશે
રાજ્યના 137 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.9 ઈંચ વરસાદ
અમદાવાદના બાપુનગરમાં AMTS બસમાં અચાનક ભીષણ આગ લાગી
પેપર લીક સંબંધિત લોક પરીક્ષા સંશોધન બિલ સોમવારે લોકસભામાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રજૂ કર્યું. આ દરમિયાન ધ્વનિ મતથી રજૂ કરવા માટે મતદાન કરાવવામાં આવ્યું. આ દરમિયાન વિપક્ષના નેતાઓ 'મોદી-શાહ વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગે' ના નારા લગાવતા રહ્યા. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. બીજી તરફ, રાજ્યસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વિપક્ષના જોરદાર હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે બિલ રજૂ કર્યું. અગાઉ, વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે લિસ્ટેડ કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
પેપર લીક અને જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર આજે સંસદમાં નવું બિલ રજૂ કરશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024માં સુધારો કરતું બિલ રજૂ કરશે. નવા બિલમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે સજા અને દંડની જોગવાઈઓને વધુ કડક બનાવવામાં આવી છે. પ્રસ્તાવિત સુધારા મુજબ દોષિતોને 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે આ સુધારા બિલને મંજૂરી આપી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 137 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 3.9 ઈંચ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઈંચ, ડીસામાં 2.83 ઈંચ અને રાહ તાલુકામાં 2.4 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
અમદાવાદના બાપુનગરમાં AMTS બસમાં અચાનક ભીષણ આગ લાગી ડ્રાઈવરની સમયસૂચકતાથી 40થી 45 મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા મણિનગરથી નીકળેલી 300 નંબરની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
Loading Comments...