પત્નીના ત્રાસથી AI એન્જિનીયરનો આપઘાત, આત્મહત્યા પૂર્વે કર્યા ચોંકાવનારા આરોપ
આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની સ્યુસાઇડ નોટ અને વિડીયો શેર કર્યો

પત્નીના ત્રાસથી AI એન્જિનીયરનો આપઘાત, આત્મહત્યા પૂર્વે કર્યા ચોંકાવનારા આરોપ

પત્નીના ત્રાસથી AI એન્જિનીયરનો આપઘાત, આત્મહત્યા પૂર્વે કર્યા ચોંકાવનારા આરોપ
બેંગલુરુમાં એઆઈ એન્જિનિયરે કરેલી આત્મહત્યાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. બેંગલુરુની એક ખાનગી કંપનીમાં કામ કરતા 34 વર્ષીય AI એન્જિનિયર અતુલ સુભાષે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. મૃતક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. મૃતકે 24 પાનાની સુસાઈડ નોટ અને 90 મિનિટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં મુક્યો છે. જેમાં મૃતકે તેની પત્ની અને પત્નીના પરિવાર પર તેને હેરાન કરવાનો અને તેની સામે ખોટા કેસ કરવાનો આરોપ લગાવ્યો છે.
તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, "હું પૈસા ચૂકવવાનો ઈન્કાર કરું છું અને મૃત્યુ પસંદ કરું છું. હું નથી ઈચ્છતો કે મારા પૈસાનો ઉપયોગ મારા વિરોધીઓ મને અને મારા પરિવારને ત્રાસ આપવા માટે કરે. મારી રાખ કોર્ટની બહાર ગટરમાં જ વહાવી દેવામાં આવે "
અતુલ સુભાષે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ તેની વિરુદ્ધ અનેક કેસ દાખલ કર્યા છે. તેની પત્ની તેની પાસેથી 3 કરોડ રૂપિયાની માંગણી કરતી હતી. અતુલ બેંગલુરુ શહેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં DGM તરીકે કામ કરતો હતો. અતુલ સુભાષના અવસાન બાદ તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે. તેની માતા, ભાઈ, બધાની હાલત ખરાબ છે
અતુલના પિતા પવન કુમારે કહ્યું, "આર્બિટ્રેશન કોર્ટના લોકો કાયદા મુજબ કામ કરતા નથી. તેઓ સુપ્રીમ કોર્ટના નિયમોનું પણ પાલન કરતા નથી. મારા પુત્રને 40 વખત બેંગલુરુથી જૌનપુર આવવું પડ્યું હતું. અમે કહી શકતા નથી કે અમારો પુત્ર કયા તણાવમાં હશે.
આત્મહત્યા કરતી વખતે અતુલે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર 'જસ્ટિસ ઇઝ ડ્યૂ' લખેલું હતું. આત્મહત્યા કરતા પહેલા અતુલે દોઢ કલાકના વીડિયોમાં અને 24 પાનાના પત્રમાં તેની પત્ની, સાસરિયાઓ અને ન્યાયિક તંત્રને જવાબદાર ગણાવ્યા હતા. તેઓએ 2019 માં લગ્ન કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે લગ્નના બે વર્ષ બાદ તેની પત્નીએ તેની સામે દહેજ ઉત્પીડન, હત્યાથી લઈને અકુદરતી જાતીય શોષણ સુધીના કેસ દાખલ કર્યા હતા.
તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ ભરણપોષણ તરીકે રૂપિયા 3 કરોડ માંગ્યા હતા. તેમની પત્નીએ તેમને તેમના પુત્રનો ચહેરો પણ જોવા ન દીધો. લગ્ન બાદ તેની પત્નીના પિતાનું કોઈ બીમારીને કારણે અવસાન થયું હતું, પરંતુ તેના સાસરિયાઓએ તેની સામે હત્યાનો કેસ નોંધાવ્યો હતો. તેમના કહેવા મુજબ ફેમિલી કોર્ટે કેસ ખતમ કરવા માટે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. તેણે કહ્યું કે 2 વર્ષમાં તેને 120 વખત કોર્ટમાં જવું પડ્યું. તેણે કહ્યું કે જજની સામે તેની પત્નીએ તેને પૂછ્યું કે તેણે આત્મહત્યા કેમ નથી કરી. આ સાંભળીને જજ પણ જોરથી હસવા લાગ્યા.
આત્મહત્યા કરતા પહેલા તેણે રમ્બલ પર 80 મિનિટથી વધુનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પરિસ્થિતિ સમજાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે કહી રહ્યો છે, "મને લાગે છે કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તે મારા દુશ્મનોને મજબૂત બનાવી રહ્યો છે. તે જ પૈસાનો ઉપયોગ મને બરબાદ કરવા માટે કરવામાં આવશે. તે વીડિયોમાં આગળ કહે છે કે, "મારા ટેક્સમાંથી મળેલા પૈસાથી આ કોર્ટ અને પોલીસ તંત્ર મને, મારા પરિવારને અને અન્ય સારા લોકોને પરેશાન કરશે.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેની પત્ની સાથે વૈવાહિક મતભેદ હતા. તેની પત્નીએ તેની સામે ઉત્તર પ્રદેશમાં કેસ દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની સુસાઈડ નોટ ઈમેલ દ્વારા ઘણા લોકોને મોકલી હતી. આ સિવાય મૃતકે આ વાત એક NGOના વોટ્સએપ ગ્રુપ પર શેર કરી છે. તેઓ આ NGO સાથે જોડાયેલા હતા. સુભાષે પોતાની સુસાઈડ નોટમાં કહ્યું છે કે તેના બાળકની કસ્ટડી તેના માતા-પિતાને આપવામાં આવે. પોલીસે જણાવ્યું કે 9 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે એક ફોન આવ્યો હતો. આ ફોનમાં આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘર અંદરથી બંધ હતું. આ પછી જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અતુલ સુભાષે બેડરૂમમાં સીલિંગ ફેન સાથે ફાંસો ખાઈ લીધો હતો.
આ પછી ઘટનાની માહિતી યુપીમાં રહેતા તેના પરિવારને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ તેનો ભાઈ વિકાસ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેણે કહ્યું કે અતુલની પત્ની, તેની માતા, તેના ભાઈ અને તેના કાકાએ તેની વિરુદ્ધ અનેક કેસ દાખલ કર્યા છે. તે આ કેસ માટે 3 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. જેના કારણે અતુલ ગંભીર ડિપ્રેશનમાં હતો. આ કારણોસર તેણે આ પગલું ભર્યું હતું. પીડિતાના પરિવારની ફરિયાદ પર, BNS એક્ટની કલમ 108 અને 3(5) હેઠળ મરાઠાહલ્લી સ્ટેશન પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ